વડોદરામાં દારૂના નશામાં ધૂત યુવતિએ જાહેર રસ્તા પર કર્યો તમાશો…પોલિસ સાથે કરી હાથાપાઇ અને ભાંડી ગાળો

અરરર…સંસ્કારી નગરી લજવાઈ ગઈ, દારૂ ઢીંચીને યુવતીએ પોલીસ પર હાથ ઉપાડ્યો અને ગંદા ઈશારા કર્યા, જુઓ

Vadodara : સંસ્કારી નગરી વડોદરાને લાંછન લગાવતો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક યુવતિ નશામાં ભાન ભૂલી અને જાહેરમાં કાયદાનું ચીરહરણ કર્યું. મોના હિંગુએ નશામાં વાહન હંકાર્યા બાદ પોલીસકર્મી સાથે હાથાપાઇ કરી હતી અને ગાળો પણ ભાંડી હતી. શનિવારના રોજ રાત્રે યુવતીએ નશામાં વાહન હંકારીને અકસ્માત સર્જ્યો અને પછી લોકો રોડ પર એકઠા થઈ ગયા હતા.

દારૂના નશામાં ધૂત યુવતિએ કર્યો તમાશો
ત્યારે આ દરમિયાન યુવતીને પોલીસે શાંતિથી સમજાવવાનો પ્રયાસ કર્યો પણ તે યુવતીએ ગાળાગાળી કરી અને હાથ ઉપાડ્યો. ઉલ્લેખનીય છે કે, પોલીસે મોના હિંગુની અટકાયત કરી છે અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. વડોદરાના વાસણા રોડ પર રાત્રે આ ઘટના બની હતી. પોલીસે યુવતી સામે ડ્રિક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

પોલિસ સાથે કરી હાથાપાઇ, ભાંડી ગાળો
નશામાં હોવાને કારણે યુવતીએ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો પણ લોકો એકઠા થઇ જતા પોલીસનો વધુ સ્ટાફ ઘટના સ્થળ પર આવે નહીં ત્યાં સુધી તેને રોકી રખાઇ હતી. જો કે, મહિલા પોલીસનો કાફલો જ્યારે ઘટના સ્થળ પર પહોંચ્યો તો તેમણે મોનાને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ તેણે અભદ્ર વર્તન, ભાષા અને ઈશારા કર્યા અને આ દરમિયાનનો વીડિયો ત્યાં હાજર લોકોએ પોતાના મોબાઈલ ફોનમાં કેદ કરી લીધો.

વીડિયો આવ્યો સામે
જે હાલ વાયરલ પણ થઇ રહ્યો છે. દારૂના નશામાં ધૂત યુવતી સામે કાયદેસરની કાર્યવાહી કરવા જ્યારે પોલીસ ગઇ ત્યારે તે કારમાં બેસીને ગાડી ચાલુ બંધ કરતી રહી અને પોલીસે તેને ગાડીમાંથી બહાર આવવા કહ્યું તો તેણે તેના મોબાઇલમાં વીડિયો રેકોર્ડિંગ શરૂ કર્યુ. તે પોલીસને કાયદો બતાવતા કહેતી હતી કે તમે છ વાગ્યા પછી લેડિઝને કઇ રીતે પકડી શકો ?

Shah Jina