દિલ્હીની યુવતીએ પુરુષ બની વડોદરાની યુવતી સાથે કર્યા લગ્ન, 6 વર્ષે સુખ ન મળતા યુવતીએ એવો ખુલાસો કર્યો કે વાંચી પગ નીચેથી જમીન ખસી જશે

સંસ્કારી નગરી વડોદરામાંથી ગઇકાલના રોજ એક ખૂબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં એક ડોક્ટરે સ્ત્રીમાંથી પુરુષ બનીને વડોદરાની યુવતી સાથે લગ્ન કર્યા હતા. ત્યારે આ મામલે ફરિયાદ નોંધાતા પોલિસે હવે દિલ્હીના ડો. વિરાજ ઉર્ફે વિજેયતાને ઝડપી લીધો છે અને તેને ગોત્રી પોલીસ દિલ્હીથી લઈ આવી છે. તેને લાવ્યા બાદ તેનો કોરોના ટેસ્ટ તેમજ તેની જાતીય તપાસ માટેની કાર્યવાહી કરાઇ હતી. જાતીય તપાસમાં આરોપી ડોક્ટર છોકરી હોવાનું જ સામે આવ્યું છે. તેણે સ્ત્રીમાંથી પુરુષ બનવા માટે કરાવેલું લિંગ ઓપરેશન નિષ્ફળ ગયું છે. તેના ગુપ્તાંગમાં લિંગ લગાવેલું છે, પરંતુ આ લિંગ શો પીસ સમાન છે.

જે માત્ર સાથડની ચામડી લગાવીને બનાવેલું છે. તેને લિંગની ઉત્તેજના માટે હજુ પણ એક ઓપરેશન કરાવવાનું બાકી છે. ત્યારે આ બાબતે એક એવી માહિતી સામે આવી છે કે આ ઓપરેશન માટે આરોપી ડોક્ટરને અત્યારસુધી 25 લાખનો ખર્ચ થયો છે અને આટલો ખર્ચ થવા છત્તાં પણ તેને હજુ લઘુશંકા તો નીચે બેસીને જ કરવી પડે છે. આરોપીની દિલ્હીથી ધરપકડ કરીને લાવનાર ગોત્રી પોલીસે જણાવ્યું કે, આરોપી ડો. વિરાજ ઉર્ફે વિજેયતાનો કોરોના ટેસ્ટ તેમજ તેની જાતીય તપાસ કરાવવામાં આવી અને તે જન્મજાત છોકરી હોવાનું સામે આવ્યું.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

તેણે સ્ત્રીમાંથી પુરુષ બનવા માટે ઓપરેશન કરાવ્યું પરંતુ પમ્પ મુકવાનું બાકી રહી ગયું હોવાથી તેના ગુપ્તાંગમાં મુકેલું નિસ્કામ છે. આજે આરોપીના રિમાન્ડ મેળનના માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવવાની છે. ડો. વિરાજ ઉર્ફ વિજેયતા S.Y.BSCમાં આવ્યો ત્યારે તેને એવું લાગ્યું કે, તે સ્ત્રી નહીં પરંતુ પુરૂષ છે. જે પછી તેણે હોર્મોન્સના ઇન્જેક્શન લીધા અને દાઢી મૂછ આવવા લાગ્યા. તે પછી તેનો અવાજ પણ બદલાઇ ગયો. આ દરમિયાન તેણે પોતાના બ્રેસ્ટ કઢાવી નાંખ્યા અને પછી રશિયા ગયો. રશિયામાં પણ તેને હોર્મોન્સ ચેન્જ માટે ઇન્જેક્શન લેવાનું ચાલુ રાખ્યું

અને તે સમયે તે વિજેયતા નામે જ રશિયા ગયો હતો. જોકે, ત્યાંથી પરત આવ્યા બાદ ટી.વાય. પૂરું કરી તેણે પુનઃ MBBS કરવા માટે રશિયા ગયો અને ત્યારે તે વિરાજ નામે ગયો હતો. માત્ર તેનું લિંગ કરાવવાનું બાકી રહ્યું હતું. વર્ષ-2005માં તેને પ્રથમ વિરાજના નામનું લાયસન્સ કઢાવ્યું હતું. અને તેના ઉપરથી આધારકાર્ડ, પાસપોર્ટ કઢાવ્યો હતો. દરમિયાન તે અર્ચના નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. લગ્નના એકજ વર્ષમાં છૂટા પડી ગયા હતા. વિરાજ ઉર્ફ વિજેયતાથી છોકરીઓ વગર રહેવાતું ન હતું. આથી તે લગ્નની સાઇટો ઉપર ચેટ કર્યા કરતો

અને તેમાં વડોદરાની યુવતી સાથે પરિચય બાદ તેણે લગ્ન કર્યા હતા. પરંતુ, લિંગ નાંખવાનું બાકી હોવાથી વડોદરાની યુવતી સાથે તે સંબંધ નહોતો બાંધી શકતો. તે સંબંધ ન બાંધી શકતો હોવા છત્તાં પણ તેને એવો શોખ હતો કે વર્કર સાથે સંબંધ બાંધતો. આરોપીએ જણાવ્યું કે, હા હું જન્મજાત છોકરી છું. આ વાત મારા સામે આક્ષેપ કરનાર પત્નીને પણ ખબર હતી. મેં પોલીસ અધિકારીને પણ જણાવ્યું કે, હું પુરુષ છું. મારા ઉપર લોન લેવાના કરેલા આક્ષેપો તદ્દન ખોટા છે.

Shah Jina