શું હવે ગુજરાત પણ સુરક્ષિત નથી ? લગ્ન માણી રહેલી 13 વર્ષની કિશોરી પર 3 યુવકોએ આચર્યુ સામુહિક દુષ્કર્મ, લગ્નના અવાજમાં પીડિતાની ચીસો દબાઈ ગઈ
ગુજરાત : વડોદરાના ડેસરના એક ગામમાં રાત્રે એક 13 વર્ષની કિશોરી જે ધોરણ 8માં અભ્યાસ કરે છે તે વરઘોડામાં હતી અને ત્યારે જ લગભગ 9 વાગ્યા આસપાસ એક મંદિર પાસે વરઘોડો રોકાયો અને ત્યાં સગીરા ઓટલો હતો તેના પર બેઠી હતી, એ દરમિયાન જ ચિરાગ માછી જે તે જ ગામનો છે તે સગીરા પાસે આવીને બેસી ગયો અને તેને કહ્યુ કે, ચલ મારી જોડે એમ કરીને તેને મંદિરની પાછળ લઇ ગયો. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
ત્યાર બાદ ગામના બીજા છોકરાઓ ભૂપેન્દ્ર માછી અને પરેશ પણ તે જગ્યાએ ગયા. આ સગીરાને ખેતરમાં લઇ ગયા અને ત્યાં આ ત્રણેયે ભેગા મળીને પહેલા તો સગીરાના કપડા ઉતાર્યા અને પછી વારાફરથી આ ત્રણેયે દુષ્કર્મ આચર્યુ. ત્યાં નાના છોકરાઓની થોડી ચહેલ પહેલ થતા અને બૂમાબૂમ થતા ચિરાગ અને તેના સાથી ભાગી નીકળ્યા.
આ ઘટનાની જાણ થતા સગીરાના માતા-પિતાના પગની નીચેથી જમીન સરકી ગઇ. સગીરાએ આરોપીના નામ જણાવતા તેમના ઘરે તપાસ કરી પરંતુ તેઓ ભાગી ગયા હતા. સગીરાનાા પિતાએ 181 પર ફોન કરી વિગત જણાવી અને પોલિસ તાત્કાલિક પહોંચી હતી અને એક આરોપી ને ઝડપી પાડ્યો હતો.
જો કે અન્ય આરોપી ફરાર હતો. નાના ગામમાં આવી ઘટના બનતા સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી છે. લોકો આરોપીઓ પર ઘણો આક્રોશ પણ ઠાલવી રહ્યા છે.