...
   

વડોદરા : માછલીઓ પકડવા ગયો હતો યુવક મગરને જોતા ભાગ્યો અને પગ લપસતા બન્યો શિકાર; મળ્યુ દર્દનાક મોત

વડોદરાના ડભોઇમાંથી પસાર થતી ઓરસંગ નદીના કોતરમાં એક 30 વર્ષિય યુવક માછલીઓ પકડવા ગયો હતો, જો કે આ દરમિયાન તેને મગર તાણી જતા ચકચાર મચી ગઇ હતી. મગરનો શિકાર બનેલ યુવકના પરિવારે પોલીસને જાણ કરી અને તાત્કાલિક પોલિસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી.

વડોદરા અને આસપાસમાં મગર મોટી સંખ્યામાં વસવાટ કરે છે અને ચોમાસાની સીઝનમાં માનવો અને મગરો એકબીજાની નજીક આવી જવાની ઘટનાઓ વધારે સામે આવતી હોય છે. ત્યારે ડભોઇના રાજપુરામાં આવેલ વસાવા ફળિયામાં રહેતો 30 વર્ષિય અમીતભાઈ વસાવા મજુરીકામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. હાલમાં તેઓ ઓરસંગ નદીની ગગુ કોતરમાં માછલી પકડવાની જાળ કાઢવા માટે ગયા અને આ દરમિયાન મગરને જોતા તેઓ ભાગવા ગયા પણ તેમનો પગ લપસી ગયો અને તે મગરની નજીક જઇ પહોંચ્યા.

આ પછી મગર તેમને પાણીમાં ખેંચી ગયો અને જોતજોતામાં જ મગર યુવકને ખેંચીને પાણીના ઉંડાણમાં ગાયબ થઇ ગયો. એવું સામે આવ્યુ છે કે યુવકનું મોત થયું છે. આ મામસે મૃતકના પરિચિત કરણકુમાર વસાવાએ ચાંદોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને આ મામલાની તપાસ ચાલી રહી છે.

Shah Jina