રાત્રિ કર્ફ્યૂ દરમિયાન લગ્નની ડીજે પાર્ટી યોજાઇ, ઉડ્યા કોરોનાની ગાઇડલાઇનના ધજાગરા, જુઓ વીડિયો

હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાની મહામારી ચાલી રહી છે અને તેમાં પણ હાલ સરકાર દ્વારા રાત્રિ કર્ફયુ લાદવામાં આવ્યો છે અને કોઇ પણ કાર્યક્રમમાં પણ 50 લોકોને જ મંજૂરી છે તેવામાં વડોદરામાં નવાયાર્ડમાં લગ્નમાં રાત્રિ કર્ફ્યુ દરમિયાન ડીજે પાર્ટી થઇ રહી હતી અને આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

પ્રતિકાત્મક તસવીર

આ વીડિયો વાયરલ થતા પોલિસના ધ્યાને આવ્યો હતો અને કાર્યવાહી તેમજ તપાસ પણ શરૂ કરવામાં આવી હતી. આ વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે, રાત્રિ કર્ફ્યુનો ભંગ થતો તેમજ કોરોનાની ગાઇડલાઇનના ધજાગરા ઉડ્તા જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઇએ કે, આને લઇને પોલિસ કમિશનર દ્વારા ટ્વીટ પણ કરવામાં આવ્યુ છે.


આ વાયરલ થયેલ વીડિયો લગ્ન સમારંભનો છે, જેમાં ના તો કોઇએ માસ્ક પહેર્યુ છે અને ના તો કોઇએ સોશિયલ ડિસટન્સ જાળવ્યુ છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યુ છે કે, બધા ડીજેના તાલે કોરોનાના નિયમોના લીરેલીરા ઉડાવી ડાંસ કરતા જોવા મળી રહ્યા છે. આ બનાવ અંગે 5 યુવકોની અટકાયત પણ કરવામાં આવી છે.

વડોદરાના નવાયાર્ડ ડી કેબીન પાસેના ફૂલવાડી મહોલ્લામાં કે જે ફતેગંજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ છે તેમાં એક યુવકના લગ્ન હતા. અને આ દરમિયાન ડી.જે. પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રે 9 વાગ્યા પછી કર્ફ્યુ હોવા છતાં મોડી રાત્રે યોજાયેલી આ પાર્ટીમાં લોકો મનમૂકીને નાચતા જોવા મળી રહ્યા છે..

Image source

આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ પોલિસ એક્શનમાં આવી ગઇ હતી અને તેમણે ફૈજલ પઠાણ, મહંમદ અનીશ, શાકીબ રાઠોડ, દિલીપ પરમાર, ઇમરાન રાઠોડની અટકાયત કરી હતી અને આ મામલે કાર્યવાહી હાથ ધરી હતી.

Shah Jina