વડોદરા: મારી દીકરી ત્રાસથી મરી છે, બપોરે મારી દીકરી રડતી હતી, મને ઘરમાં કોઈ બોલાવતું નથી, સાંજે લાશ મળી

વડોદરામાં પોલીસકર્મીની પત્નીએ કરી આત્મહત્યા, અઢી વર્ષની દીકરીનું શું થશે હવે? જાણો વિગત

ગુજરાતમાંથી અવાર નવાર આત્મહત્યાના કિસ્સાઓ સામે આવતા હોય છે. ઘણા કિસ્સાઓ ચોંકાવનારા હોય છે, જેમાં મહિલાઓને સાસરિયા દ્વારા ત્રાસ અપાતો હોવાનુ સામે આવે છો ઘણા કિસ્સામાં પતિનો પ્રેમ સંબંધ સામે આવતો હોય છે અથવા તો ઘણા કિસ્સાઓમાં દહેજ મુખ્ય કારણ હોય છે. ત્યારે હાલ વડોદરાના પાદરાના માસર રોડ આઉટ પોસ્ટ પોલિસ ચોકીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલની પત્નીના આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. મૃતકના ભાઇનું કહેવુ છે કે તેની બહેને આપઘાત નથી કર્યો પણ તેની હત્યા કરવામાં આવી છે. મૃતકના ભાઈએ આ આક્ષેપ કરતી રજૂઆત વડોદરા જિલ્લા પોલીસ તંત્રના DySPને કરી છે અને બહેનના મોત અંગેની તટસ્થ તપાસની માંગણી કરી છે.

હાલ તો વડુ પોલિસે આ મામલે ગુનો દાખલ કર્યો છે અને કાર્યવાહી હાથ ધરી છે. ગીર સોમનાથના તલાલાના હડમસીયા ગામમાં રહેતા અંકિતાબેન કે જેમની ઉંમર 25 વર્ષ છે તેમના લગ્ન 5-6 વર્ષ અગાઉ પાદરાના પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અને પાદરા તાલુકાના મોભા ગામે રહેતા ચિરાગ સાથે થયા હતા. લગ્ન બાદ તેઓ સંયુક્ત પરિવારમાં રહેતા ત્યારે આ લગ્નથી તેમને એક અઢી વર્ષની બાળકી પણ છે. આ બાળકીએ માતાની છાયા ગુમાવી છે. અંકિતાએ ઘરના સિલીંગ ફેન પર લટકી ગળે ફાસો ખાઇ લીધો હતો.

અંકિતાએ ફાંસો ખાઇ આપઘાત કરી લેતા મોભા ગામ સહિત જિલ્લા પોલીસ તંત્રમાં ચકચાર મચી ગઇ હતી. અંકિતાએ આપઘાત કરતા પોલીસ પતિ ચિરાગ હોસ્પિટલમાં દાખલ થઇ ગયો હતો. ત્યારે આ ઘટનાની જાણ પોલિસને થતા તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને લાશનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરી હતી અને આ બાબતે અંકિતાના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી હતી. જે બાદ મૃતકનો ભાઇ રવિ સહિત પરિવારજનો પણ દોડી આવ્યા હતા.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

અને જિલ્લા Dyspને મળી અંકિતાના મોત અંગે શંકા સેવી હતી અને અંકિતાના પતિ સહિત પરિવારજનો સામે રોષ પણ વ્યક્ત કર્યો હતો.આ ઉપરાંત પરિવારજનોએ અંકિતાની લાશની પીએમ કરવાની પણ માંગ કરી હતી અને અંકિતાને ન્યાય મળે તેવી લાગણી વ્યક્ત કરી હતી. મૃતકનાભાઇએ આક્ષેપ કર્યો હતો કે, જ્યારથી અંકિતાના લગ્ન થયા ત્યારથી તેના પતિ ચિરાગ દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો અને સાસરી પક્ષના લોકો પણ ત્રાસ આપતા હતા જેના કારણે તેની બહેને આપઘાત કરી લીધો છે. તેણે એવું પણ કહ્યુ છે કે, બહેન અંકિતાએ આપઘાત નથી કર્યો પણ તેની હત્યા કરવામાં આવી છે.

મૃતકની માતાનું કહેવુ છે કે, દીકરીના લગ્નને પાંચ વર્ષ થયા છે અને ચાર વર્ષથી તે લોકો દીકરીને માનસિક ત્રાસ આપતાં હતા. એકાદ સપ્તાહથી ત્રાસ વધી ગયો હોવાને કારણે તેણે આ પગલુ ભર્યુ છે. મીડિયા રીપોર્ટ અનુસાર તેમણે વધુમાં જાણાવ્યુ કે, બપોરે દીકરી રડતી હતી અને કહેતી કે તેને ઘરમાં કોઈ બોલાવતું નથી અને તે બાદ તે સાંજે તેના મોતના સમાચાર આવ્યા. છેલ્લે તેણે એવું પણ કહ્યુ કે, ચિરાગ પણ મારી સાથે વાત નથી કરતો. જે બાદ તેમણે દીકરાને કહ્યુ કે તેને તેડી આવે પરંતુ મૃતકે કહ્યુ કે, અત્યારે નહીં, બે દિવસ પછી તેડી જજે.

Shah Jina