વડોદરા સામુહિક દુષ્કર્મ કેસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો, યુવતી સાથે જે વેક્સિન ગ્રાઉન્ડમાં ના ઘટવાનું ઘટ્યું ત્યાંનો વોચમેન……

વડોદરામાં થોડા દિવસ પહેલા થયેલા સામુહિક દુષ્કર્મ કેસની અંદર એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. આ ઘટનાને 20 દિવસ વીત્યા હોવા છતાં પણ આ કેસ સોલ્વ થયો નથી. પોલીસ પણ હજુ આ કેસને ઉકેલી શકી નથી, પરંતુ હાલ આ કેસમાં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.

આ સામુહિક દુષ્કર્મની ઘટના વડોદરાના જે વેક્સિન ગ્રાઉન્ડ પર બની હતી. ત્યારે ઘટના સમયે  વેક્સિન કેમ્પસમાં આવેલો વોચમેન અચાનક ગાયબ થયો છે. પોલીસે 19 સોસાયટીઓમાં તપાસ કરી, પણ વોચમેનની માહિતી ન મળી. વોચમેને યુવતીને જોઈ તેને ઓળખતો હોય તેમ સવાલ કર્યા હતા. તેણે યુવતીને પૂછ્યુ હતં કે, “તે અહીંયા શું કરે છે?”

નોંધનીય છે કે, સામુહિક દુષ્કર્મ બાદ બસ ચાલકે યુવતીને પૂછ્યું હતું કે “શું થયું છે બેટા ?” જેના બાદ પીડિતાએ જણાવ્યું કે, 2 જણાએ મને રિક્ષામાં બેસાડી મારા હાથ-મેં બાંધી અહીં લાવી દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ વોચમેન કાકા આવ્યા હતા અને છોકરીને કહ્યું કે, તું અહીં શું કરે છે ત્યારે છોકરીએ કંઇ જવાબ આપ્યો ન હતો. જેથી બસ ચાલકે વોચમેનને રેપની વાત કરી પોલીસને બોલાવું છું તેમ કહેતાં વોચમેન જતો રહ્યો હતો.

આ ઉપરાંત યુવતીએ સુરત રેલવે સ્ટેશન પરથી ઈમરાન નામના યુવકને ફોન કર્યો હોવાનુ પણ તપાસમાં ખૂલ્યુ છે. યુવતીએ ઈમરાન સાથે નોકરી બાબતે વાતચીત કરી હતી. યુવતીએ સુરત ડોમીનોઝ પીઝામાં પણ કોલ કરી નોકરી મેળવવા શું કરી શકાય તે વિશે પણ પૂછપરછ કરી હતી. પોલીસ હવે આ મામલામાં અલગ અલગ એંગલથી તપાસ કરી રહી છે.

પોલીસે બે દિવસમાં વેક્સિન મેદાનની આસપાસ 300થી વધુ રિક્ષાચાલકોની પૂછપરછ કરી હતી. 10 દિવસમાં અમદાવાદ-વડોદરા ક્રાઇમ બ્રાન્ચ તથા રેલવે પોલીસે 19થી વધુ શકમંદની પૂછતાછ કરી હતી.પીડિતાની ડાયરીમા થયેલી નોંધથી પોલીસ એક પછી એક પુરાવા સુધી પહોંચી રહી છે. જોકે, પોલીસને આ કેસમા યુવતીના મર્ડરની શક્યતા પણ સેવાઈ રહી છે.

Niraj Patel