વડોદરા દુષ્કર્મ કેસમાં મોટો ઘટસ્ફોટ : યુવતી સાથે વાત કરનાર ઈમરાનની પોલીસે કરી અટકાયત- જાણો વિગત

હાલમાં સમગ્ર ગુજરાતમાં એક કિસ્સો ઘણો ચર્ચામાં છે અને તે છે વડોદરા ગેંગરેપ. વેક્સિન ગ્રાઉન્ડ ખાતે યુવતિ સાથે થયેલ રેપ કેસમાં અવાર નવાર અનેક ખુલાસાઓ થઇ રહ્યા છે. હાલમાં જ એક સિક્યોરિટી ગાર્ડની ધરપકડ કરવામાં આવી હતી જેનું નામ મહેશ રાઠવા હતુ અને પોલિસે સાયકલની સાથે સાથે તેની અટકાયત કરી હતી ત્યારે હાલ અન્ય એક સિક્યોરિટી ગાર્ડ કમલેશ રાઠવાની પણ પોલિસે અટકાયત કરી છે. પોલિસ બંનેની સઘન પૂછપરછ કરી રહી છે. તેમના કપડા પણ જપ્ત કરવામાં આવ્યા છે જે FSLમાં તપાસ માટે મોકલવામાં આવશે.

પોલિસને યુવતિની સાયકલ શોધવામાં મોટી સફળતા મળી હતી અને યુવતિએ જેની સાથે 36 સેકન્ડ વાત કરી હતી તે ઇમરાનની પણ પોલિસે અટકાયત કરી હોવાનુ મીડિયા રીપોર્ટ અનુસાર જાણવા મળ્યુ છે. યુવતિનો મોબાઇલ પણ પોલિસને મળી ગયો છે. વલસાડ યાર્ડ વિસ્તારમાંથી મોબાઇલ મળ્યો હોવાનું મીડિયાના અહેવાલ અનુસાર જાણવા મળ્યુ છે. યુવતિની સાયકલ રેલવે એલસીબી ઓફિસ લાવવામાં આવી છે.

તેમજ તેના બે ટાયર જે છૂટા પાડવામાં આવ્યા હતા તેને પણ લાવવામાં આવ્યા છે. તેમજ યુવતિના કપડા અને અન્ય વસ્તુ પણ લાવવામાં આવી છે.  દુષ્કર્મ કેસમાં પીડિતાની ગાયબ થયેલી સાયકલને 25 દિવસ બાદ શોધી કાઢવામાં આવી હતી અને આ કેસમાં મહત્વની કડી ઘણી તપાસ અને ઘણા CCTV ફુ઼ટેજ ખંગાળ્યા બાદ પોલિસને લાગી છે. આ કેસમાં ઘણા પોલિસ સીનિયર અધિકારીઓ, LCBની ટીમ રેલવે પોલિસ ટીમ અનેક લોકો તપાસ કરી રહ્યા છે.

Shah Jina