વડોદરામાં ડોકટરે પરિણીતા જોડે અવાર નવાર માણ્યું સુખ, પેટમાં બચ્ચું રહી જતા યુવતીને કહ્યું- મારાથી ભુલ થઈ, તું હવે…!!

સંસ્કારી નગરી વડોદરામાં ડોક્ટરે યુવતી સાથે હોસ્પિટલમાં વારંવાર માણ્યું સુખ, પછી પરિણીતા ગર્ભવતી થઈને થયો મોટો કાંડ

ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી મહિલાઓ અને યુવતીઓ સાથે છેડછાડ કરવાની અને કેટલીક મહિલાઓ અને યુવતીઓને પોતાના પ્રેમજાળમાં ફસાવી તેમની સાથે સંબંધો બાંધી અને તેમને તરછોડી દેવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે એવી જ એક ઘટના થોડા સમય પહેલા વડોદરામાંથી પણ સામે આવી હતી. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાની સયાજી હોસ્પિટલમાં માતાની સારવાર માટે આવેલી પરીણિત યુવતી સાથે ડોક્ટરે હોસ્પિટલમાં જ સંબંધો બાંધ્યા હતા. આ ઘટના બાદ પણ ડોક્ટર અને યુવતી બંને સંપર્કમાં હતા અને બંને વચ્ચે અનૈતિક સંબંધોના કારણે યુવતી ગર્ભવતી પણ બની હતી, જેના બાદ યુવતીએ બાળકને પણ જન્મ આપ્યો હતો. જયારે ડોક્ટરને યુવતીએ આ વાત કરી ત્યારે ડોકટરે તેને તરછોડી દીધી હતી.

જેના બાદ યુવતીએ બાપોદ પોલીસ મથકમાં ડોક્ટર સામે ફરિયાદ નોંધાવી હતી. યુવતીની ફરિયાદના આધારે પોલીસે ડોક્ટરની ધરપકડ કરી હતી. પોલીસે ડોક્ટર સામે જરૂરી કાર્યવાહી કરી જેલમાં મોકલી આપ્યો હતો. ડોક્ટર સયાજી હોસ્પિટલના મેડિસીન વિભાગમાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે.

બનાવની વિગત એવી છે કે, 2018માં પરીણિત યુવતીની માતાની તબિયત બગડતા સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. યુવતી મેડિસીનના બીજા વર્ષમાં અભ્યાસ કરતા ડોક્ટરના સંપર્કમાં આવી હતી. ડોક્ટરે યુવતીનો મોબાઇલ નંબર મેળવી સંપર્ક કર્યો હતો. એક વાર તેમણે હોસ્પિટલમાં જ યુવતી સાથે સંબંધ બાંધ્યો હતો. એ પછી યુવતીને લગ્નની લાલચ આપી તેની સાથે અવાર-નવાર સંબંધ બાંધ્યા હતા.

ડોક્ટરે યુવતી સાથે અવાર-નવાર સંબંધ બંધાતા યુવતી ગર્ભવતી બની ગઇ હતી  અને બાળકને જન્મ પણ આપ્યો હતો. યુવતીએ લગ્નની વાત કરતાં ડોક્ટર યુવતીને સંગમ ચાર રસ્તા પાસે આવેલા એક એપાર્ટમેન્ટમાં લઇ ગયો હતો. એપોર્ટમેન્ટમાં હાજર ડોક્ટરના કાકા, અન્ય એક વ્યક્તિ તથા અન્ય એક યુવતીએ ધમકી આપી હતી.

તેમણે યુવતીને કહ્યું હતું કે, બાળકને લઇ નહીં જાય તો મારી નાંખીશું અથવા અનાથ આશ્રમમાં મૂકી દઇશું. તેમણે યુવતી સામે જ્ઞાતિવાચક અપશબ્દો બોલી ઝઘડો કર્યો હતો. યુવતીના પતિને પણ ડોક્ટર અને તેના પરિવારજનોએ ધમકી આપી હતી. જેના બાદ યુવતીએ બાપોદ પોલીસ મથકમાં ડોક્ટર સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.

Niraj Patel