વડોદરાઃ નિકાહના બે દિવસ પહેલા જ યુવતિએ આપ્યો બાળકને જન્મ, સગાઇ બાદ શરીર સંબંધો બંધાતા થઇ હતી ગર્ભવતી, પછી કર્યુ એવું કે…જાણી લોહી ઉકળી ઉઠશે

નિકાહના બે દિવસ પહેલાં જ બાળકનો જન્મ થયો, વડોદરામાં સગાઇ બાદ શરીર સંબંધો બંધાતા થઇ હતી ગર્ભવતી, પછી કર્યુ એવું કે…જાણી લોહી ઉકળી ઉઠશે

ગુજરાતમાંથી અવાર નવાર નવજાત બાળકને ત્યજી દેવાના કિસ્સા સામે આવે છે. ત્યારે હાલમાં જ વડોદરામાંથી આવો એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં નિકાહ પૂર્વે જ મંગેતરે એક બાળકને જન્મ આપ્યો હતો અને પછી તેને ત્યજી દીધુ હતુ. યુવતીએ દાયણના મકાનના દરવાજા પર બાળકને જન્મ આપ્યો હતો. દાયણના કહેવાથી પ્રસૂતાને તેનો મંગેતર રિક્ષામાં સયાજી હોસ્પિટલ લઇ ગયો. આ દરમિયાનના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં રિક્ષા જોઇ શકાય છે. ત્યારે હાલ તો પોલીસે ત્યજી દેવાયેલા નવજાત શિશુ અને તેના જન્મદાતાનાં સેમ્પલ ડી.એન.એ. ટેસ્ટ માટે મોકલી આપ્યાં છે. હાલ માતા અને બાળક બંને હોસ્પિટલમાં છે.

ડી.એન.એ. રિપોર્ટ આવ્યા બાદ જ બાળકને તેના જન્મદાતાને સોંપવામાં આવશે. જણાવી દઇએ કે, જે યુવતિએ બાળકને જન્મ આપ્યો છે તેના બે દિવસ બાદ નિકાહ હતા. ત્યારે હવે નિકાહ ક્યારે થશે અને થશે કે કેમ એ સવાલ ઊભો થઇ રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કારેલીબાગ પોલીસ સ્ટેશનની શી ટીમને પોલીસ કંટ્રોલ તરફથી વરદી મળી હતી કે કારેલીબાગમાં આવેલ ખાસવાડી સ્મશાન પાસે કચરામાં એક નવજાત શિશુ છે, જે બાદ માહિતી મળતાની સાથે જ શી ટીમનાં ઇન્ચાર્જ એ.એસ.આઇ. અને કારેલીબાગ પોલીસ મથકના પી.એસ.આઇ. સ્ટાફ સાથે સ્થળ પર પહોંચ્યા અને કચરામાં પડેલા નવજાત બાળકનો કબજો મેળવ્યો.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

જે બાદ 108 એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલના બાળરોગ વિભાગમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી અને પછી હોસ્પિટલના તબીબોના માર્ગદર્શન હેઠળ સયાજી હોસ્પિટલ સ્થિત રુક્મિણી ચૈનાની પ્રસૂતિગૃહમાં સુપરત કર્યું હતું. પોલિસ તપાસમાં સામે આવ્યુ કે, મચ્છીપીઠ વિસ્તારમાં એક જ બિલ્ડિંગમાં અલગ-અલગ મકાનમાં રહેતાં યુવક અને યુવતીની ત્રણ વર્ષ પહેલાં સગાઈ થઈ હતી અને સગાઈ દરમિયાન બંને વચ્ચે સંબંધ બંધાયા હતા અને આ દરમિયાન યુવતી ગર્ભવતી બની હતી.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

યુવતી અને તેના મંગેતરે આ વાત પરિવારથી છુપાવી અને લગ્નના બે દિવસ પહેલાં જ યુવતીને પ્રસૂતિનો દુખાવો ઉપડતા તેનો મંગેતર તેને રિક્ષામાં તુલસીવાડીમાં રહેતી એક દાયણના ઘરે પ્રસૂતિ કરાવવા લઈ ગયો પણ યુવતી દાયણના ઘરમાં પ્રવેશે એ પહેલા જ તેણે ઘરના દરવાજા પર બાળકને જન્મ આપી દીધો. દાયણે પ્રસૂતાને લઇને આવેલા યુવકને બાળક અને યુવતીને હોસ્પિટલમાં લઈ જવા કહ્યુ, યુવક તરત જ પોતાની મંગેતરને લઈને સયાજી હોસ્પિટલ પહોંચ્યો અને હોસ્પિટલમાં તેને દાખલ કરી.

તે બાદ તે નવજાત બાળકને લઈને બહુચરાજી સ્મશાન રોડ પર આવી ગયો અને એક બંધ કારની પાછળ પડેલા કચરામાં બાળકને ત્યજી દીધુ. આ દરમિયાન પોલીસે આ બાળકને ત્યજી દેનારા યુવકની ઓળખ કરી અને પછી તેેની ધરપકડ કરી લીધી. એ સાથે યુગલના પરિવારજનો હોસ્પિટલમાં પહોંચી ગયા હતા બાળકને જન્મ આપનાર યુવતી તથા તેનો મંગેતર પરિવારના હોવાની કબૂલાત કરી હતી. તે બાદ તપાસમાં પ્રસૂતાને લઇ જતી રિક્ષાના CCTV ફૂટેજ સામે આવ્યા હતા. નિકાહ પૂર્વે જ મંગેતરે બાળકને જન્મ આપતા હાલ માતા અને તેનું બાળક બંને સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Shah Jina