ખબર

વડોદરા : ધોરણ-9ની વિદ્યાર્થિનીને બર્થ ડે હોવાનું કહી મોહીન પઠાણે બાઇકમાં બેસાડીને ઘરે લઇ ગયો અને રૂમ બંધ કરીને…

હાલમાં જ વડોદરામાંથી લવજેહાદનો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં ધોરણ 9માં ભણતી વિદ્યાર્થિની સાથે મોહિન પઠાણ નામના યુવકે દુષ્કર્મ આચર્યું હતુ. જેની ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતાં ચકચાર મચી હતી અને પોલીસે આરોપીની ધરપકડ પણ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, વિદ્યાર્થિની ટ્યુશનથી ઘરે જઈ રહી હતી અને આ દરમિયાન મોહીન પઠાણ તેને બાઇક પર બેસાડી તેના ઘરે લઈ ગયો અને તેને ફોસલાવીને દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં, તેણે પીડિત સગીરાને ઈજા પણ પહોંચાડી હતી અને ગળાના ભાગે બચકા પણ ભરી લીધા હતા.

Image source

આ મામલાની ગંભીરતાને ધ્યાને લઇ ગોત્રી પોલીસે આરોપીની ધરપકડ કરી હકી. તપાસમાં એ સામે આવ્યુ છે કે, આરોપી પીડિતાને ઘર પાસે આવેલા ગેરેજમાં કામ કરતો હતો અને તેણે ફેસબુકના માધ્યમથી ફેક એકાઉન્ટ બનાવી અને નામ આર્યન રાખી સગીરા સાથે મિત્રતા કરી હતી.નરાઘમ પોતાનો બર્થ ડે હોવાનું કહી સગીરાને પોતાના ઘરે લઇ ગયો હતો અને તેણે ત્યાં જ દુષ્કર્મ આચર્યું હતું. આ પહેલા પણ વડોદરામાંથી કેટલાક લવ જેહાદના કિસ્સા સામે આવી ચૂક્યા છે.

Image source

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ભરૂચમાંથી એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં ગુરૂ જ હેવાન બન્યો હતો. આ ઘૃણાસ્પદ કિસ્સો સામે આવતા સમગ્ર પંથકમાં નરાધમ સરસ્વતિ વિદ્યાલયનાં આચાર્ય સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો. આચાર્યએ વિદ્યાર્થીનીને નાપાસ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ ગુજાર્યુ હતુ. જો કે, વિદ્યાર્થિની આચાર્યના ત્રાસથી બચવા શાળાએ જવાની આનાકાની કરી રહી હતી અને તેની હાલત એવી હતી કે કોઇને કહેવાય નહિ અને સહેવાય પણ નહીં.

Image source

ત્યારે 30 ઓગસ્ટના રોજ આચાર્ય દ્વારા ફરી એકવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું અને તે બાદ 10 સપ્ટેમ્બરના રોજ શારીરિક અડપલા કરાતાં વિદ્યાર્થીની એકદમ ગભરાઈ ગઈ અને આચાર્યની કેબિનમાથી બહાર દોડી આવી. તે બાદ તેણે બહેનને ફોન કર્યો અને પછી બહેન પણ દોડી આવી. ત્યારે પોતાની બહેન પર થતાં શારીરિક અત્યાચાર અંગેની ચોંકાવનારી વિગતો જાણી બહેનને જાણવા મળી હતી. જે બાદ આ અંગે વિદ્યાર્થિનીની માતાએ પોલિસ ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.