વડોદરામાં હિટ એન્ડ રન : નશામાં ધૂત BMW કાર ચાલકે બાઇક સવાર દંપતીને કચડ્યા, પતિની નજર સામે પત્ની તરફડીયા…જુઓ તસવીરો

ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતના અનેક કિસ્સાઓ સામે આવે છે. જેમાં કેટલીકવાર કેટલાક લોકોના મોત પણ થતા હોય છે. ત્યારે હાલમાં જ વડોદરામાંથી અકસ્માતનો એક કિસ્સો સામે આવ્યો. જેમાં અકોટા-મુજમહુડા રોડ પર નશામાં ધૂત BMW કાર ચાલકે બાઇક સવાર દંપતીને અડફેટે લીધું અને અને કારણે પતિની સામે જ પત્નીનું મોત નિપજ્યું હતુ.

પોલીસે આ મામલે કારમાં સવાર ચાર લોકોની ધરપકડ કરી છે અને એ પણ સામે આવ્યુ કે કારમાં જે પણ ચાર લોકો સવાર હતા, તે દારૂના નશામાં હતા. ઘટનાની પ્રાપ્ત જાણકારી અનુસાર, વડોદરાના અકોટ વિસ્તારના સિધરા એપાર્ટમેન્ટમાં રહેતા અયાઝ શેખ અને તેમની પત્ની શાહીન શેખ રવિવારે રાતે બાઈક પર તેમના સંબંધીને મળવા ગયા હતા. આ દરમિયાન 9 વાગ્યા આસપાસ મુજમહુડા તરફથી આવી રહેલ એક BMW કારે તેમને અડફેટે લીધા હતા.

જેને કારણે ઘાયલ પતિ-પત્ની બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા, જેમાં સારવાર દરમિયાન શાહીનબેનનું મોત નિપજ્યું હતુ. આ મામલે પોલિસે કાર્યવાહી કરી અકસ્માત સર્જનાર સ્નેહલ પટેલની અટકાયત કરી અને આ સાથે બીજા પણ ત્રણ લોકોની ધરપકડ કરી હતી. અકસ્માત સર્જનાર સ્નેહલ પટેલ કારના શો રૂમમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરે છે. તે પાસિંગ માટે આવેલી BMW કાર લઈને મિત્રો સાથે ફરવા નીકળ્યો અને આ દરમિયાન જ અકસ્માત સર્જાયો.

કારમાં સ્નેહલ સાથે તેના બીજા ત્રણ મિત્રો પણ હતા. આ બધા નશામાં હોવાનું સામે આવ્યું છે. કારમાં સવાર અન્ય ત્રણ યુવક વિશાલ મોરે, સદ્દામભાઇ શેખ અને મકસુદ સિંધા હતા. જણાવી દઇએ કે, મૃતકને સંતાનમાં 15 વર્ષનો દીકરો અને 11 વર્ષની દીકરી છે. ત્યારે હવે માતાના મોત બાદ બંને બાળકોએ નાની ઉંમરે જ માતાની છત્રછાયા ગુમાવી છે.

Shah Jina