ખબર

‘નડતર આવે છે, કપડા કાઢીશ તો રૂપિયાનો વરસાદ થશે…’ તાંત્રિક વિધિના બહાને મહિલા સાથે દુષ્કર્મ ગુજાર્યું, સંસ્કારી નગરીમાં આ શું ચાલી રહ્યું છે

સંસ્કારી નગરીમાં સંસ્કાર ક્યાં? લક્ષ્મીનું બંધારણ છે, કપડાં કાઢીશ તો રૂપિયાનો વરસાદ થશે,’ એમ કહીને નરાધમે….આત્મા ધ્રુજાવી નાખે તેવી સત્ય ઘટના વાંચો

લોભિયા હોય તે ધૂતારા ભૂખે ન મરે આ કહેવત પ્રચલિત છે, તેમ છત્તાં પણ ઘણા લોકો લાલચમાં આવીને અંધશ્રદ્ધાના રસ્તે જાય છે અને વધુ રૂપિયા કમાવવાની લાલચમાં આવી જાય છે. ત્યારે હાલમાં વડોદરાની એક મહિલાને પૈસાની લાલચ ભારે પડી છે. તાંત્રિક વિધિના નામે ભાવનગરના એક તાંત્રિકે વડોદરાની મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ હોવાનું સામે આવતા ચકચારી મચી ગઇ છે. ધંધામાં પ્રગતિ અને વધારે પૈસા કમાવવાની લાલચમાં એક મહિલાએ ભાવનગરના તાંત્રિક સાથે લગ્ન કર્યા અને પછી ગોત્રી વિસ્તારમાં તાંત્રિક વિધિના બહાને દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ નોંધાવી.

ત્યારે ફરિયાદ નોંધાયા બાદ ગોત્રી પોલીસે મહિલાના આરોપી પતિની ધરપકડ કરી છે અને કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અગાઉ બે વાર લગ્ન કરી ચૂકેલી અને બે સંતાનોની માતા એવી ડાયવોર્સી મહિલા તેના પિતાના મિત્ર દ્વારા તાંત્રિક કશ્યપ ઉર્ફે બાપુ હસમુખભાઈ રામાનુજના સંપર્કમાં આવી. તાંત્રિકે મહિલાને સારી નોકરી અપાવી તેનું બ્યુટી પાર્લર કરાવી આપવા માટે તાંત્રિક વિધિ કરવી પડશે તેમ કહ્યુ અને પછી ફેબ્રુઆરી-20માં વડોદરા ડેપો ખાતે આવ્યા બાદ તેમણે મહિલાને કહ્યુ કે મારે એક દિવસ રોકાવું છે.

Image source

તે બાદ મહિલા ગોત્રી વિસ્તારમાં રહેતા તેના ધર્મના ભાઈને ત્યાં લઇ ગઇ અને ભાઈને બહાર જવાનું કહીને વિધિના બહાને અન્ય રૂમમાં બાપુ લઇ ગયા. તે બાદ તેમણે સિગારેટ કાઢીને સળગાવી અને મહિલાનો હાથ પકડીને કહ્યું કે થોડું નડતર આવે છે એટલે તમારે કપડાં કાઢવા પડશે. મહિલાએ આરોપીને પૂછ્યુ કે આ તો કેવી વિધિ કે મારે કપડાં કાઢવા પડશે ? જો કે, આ દરમિયાન બાપુએ બળજબરીથી મહિલા સાથે સંબંધ બાંધ્યો અને કહ્યુ કે સંબંધ થઇ ગયો એટલે આપણાં લગ્ન થઇ ગયા અને આપણે પતિ-પત્ની પણ થઇ ગયા.

હું મારા માતા-પિતા સાથે વાત કરી લઉં પછી તમારે ભાવનગર આવવું પડશે. જો કે, આ પછી અન્ય મિત્રોને ત્યાં લઇ જઇને પણ બાપુએ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આેક્ટોબર-22માં બાપુના ખર્ચાથી મહિલાનું અંડાશયનું ઓપરેશન કરાવ્યું અને ખોડિયારનગરમાં રહેતાં બાપુના મિત્રને ત્યાં પતિ-પત્નીની જેમ રહેતાં. ત્યારે ઓપરેશન માટે બીજા લોકો પાસેથી પૈસા લીધા હોવાથી તે માગણી કરવા આવતાં હોવાનું કારણ દર્શાવીને બાપુ મહિલાને છોડી ફરાર થઇ ગયો. જે બાદ મહિલાએ પોતાના પર તાંત્રિક વિધિના નામ પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવી.

Image source

ફરિયાદ નોંધાયા બાદ ગોત્રી પોલીસે કશ્યપ બાપુ સામે ઇપીકો 376 મુજબનો ગુનો દાખલ કરી અને તેની ધરપકડ કરી. મહિલાએ તેની ફરિયાદમાં આગળ એમ પણ જણાવ્યું કે ઓપરેશન બાદ પણ તે શરીર બાંધવા માટે માગણી કરતો અને દુખાવો હોવાથી ના પાડતા ઝઘડો કરતો. મહિલાએ આગળ જણાવ્યુ કે, તાંત્રિક વિધિના બહાને જ્યારે તેણે સંબંધ બાંધવાની વાત કરી ત્યારે મહિલાએ કહ્યું કે મારો છોકરો તમારી ઉંમરનો છે તો તેણે કહ્યું કે આ બધું હું કાંઇ પણ જાણતો નથી. કુંડામાં બેઠા એટલે વિધિ તો કરવી જ પડશે. વિધિ વગર અહીંથી નહીં ઉઠાય. ઉલ્લેખનીય છે કે, મહિલાના બે વાર લગ્ન થઇ ચૂક્યા છે અને તેને પહેલા પતિથી બે સંતાનો પણ હતા. પહેલા પતિ સાથે લગ્નેતર સંબંધના કારણે અને બીજા પતિને દારૂની ટેવ હોવાથી મહિલાના છુટાછેડા થયા હતા.