ખબર

વડોદરામાં બાપ્પાના વિસર્જન દરમિયાન જ ચાલુ થઇ ગઈ મારામારી, લોકોએ ભાગદોડ મચાવી, જુઓ ઘટનાનો વીડિયો

છેલ્લા 10 દિવસથી દેશભરમાં ગણપતિ બાપ્પાની ધૂમ જામી હતી, ગુજરાતમાં પણ ઠેર ઠેર ગણેશ પંડાલ ઝગમગ્યા હતા. ત્યારે ગઈ કાલે આને આજે 10 દિવસ પૂર્ણ થતા બાપ્પાની રંગેચંગે વિદાય કરવામાં આવી. ત્યારે આ દરમિયાન વડોદરામાંથી ગણેશ વિસર્જન દરમિયાન મારામારીની ઘટના સામે આવી છે. જેમાં વિસર્જન સમયે DJમાં 3 માથાભારે વ્યક્તિઓ ઘુસી આવતા યુવકો સાથે મારામારી કરી હતી.

આ ઘટના સામે આવી છે વડોદરા શહેરના છેવાડે આવેલા માણેજા ગામમાંથી. જ્યાં ગણપતિની વિસર્જન યાત્રામાં ત્રણ જેટલા માથાભારે યુવકો ઘુસી જતા ગણેશ મંડળના યુવાનો સાથે છુટ્ટાહાથે મારામારી શરૂ કરી દીધી હતી. જેના બાદ આખો મામલો ગરમાયો હતો. આ ઘટના મોદી રાત્રે બની હતી અને તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ ઘટનાને લઈને ભાગદોડ પણ મચી ગઈ હતી. મહિલાઓ અને પુરુષોનું ટોળું પકડો પકડોની બૂમો પાડતા પડતા ડીજે ઇપરેટરને મારવા માટે પાછળ દોડતા હતા. આ યાત્રામાં મોટી સંખ્યામાં ગામના લોકો જોડાયા હતા. જેમાં યુવક, યુવતીઓ મહિલાઓ અને ગામના પુરુષો પણ હતા, ત્યારે જ ત્રણ લોકોએ ડીજેમાં ઘુસી જઈને મારામારી શરૂ કરતા ઉહાપો મચી ગયો હતો.

આ ઘટનાનો વીડિયો કોઈ સ્થાનિક દ્વારા ઉતારી લેવામાં આવ્યો હતો અને જેના બાદ આ ઘટના ખુબ જ વાયરલ થઇ ગઈ હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવાનને ટોળા દ્વારા માર મારવામાં આવી રહ્યો છે. મારામારી થતા જ લોકોનું ટોળું પણ એકઠું થઇ જાય છે. બાપ્પાની આ વિસર્જન યાત્રા પોલીસ બંદોબસ્ત સાથે યોજવામાં આવી હતી.  છતાં આ ઘટના બની. આ ઘટનામાં હજુ કોઈ ફરિયાદ નોંધવામાં નથી આવી.