ખબર

વડોદરા હાઇપ્રોફાઇલ કેસ : 2 કલાકની મહેનત બાદ પણ ડોક્ટર આરોપી અશોક જૈનનો સ્પર્મનો નમૂનો ન લઇ શકી

રાજયભરમાંથી મહિલાઓ સાથે દુષ્કર્મ થવાની ઘણી ઘટનાઓ છેલ્લા કેટલાક સમયથી સામે આવી રહી છે. ત્યારેહાલ તો વડોદરાનો ચકચારી દુષ્કર્મ કેસ ખૂબ ચર્ચામાં છે. આ કેસમાં પોલીસનો  ધમધમાટ ચાલી રહ્યો છે. પાવાગઢના ટ્રસ્ટી રાજુ ભટ્ટની પોલીસે ધરપકડ કરી લીધી હતી જે બાદ આ કેસનો મુખ્ય આરોપી અશોક  જૈન પોલીસથી ભાગતો ફરતો હતો. તેની પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી અને તે બાદ એક અન્ય આરોપીની પણ ધરપકડ થઇ હતી.

હવે આ હાઇપ્રોફાઇલ કેસ મુદ્દે વધુ એક ખબર આવી રહી છે. આરોપી અશોક જૌનના કેટલાક ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. તે બાદ તેનો પોટેન્સી ટેસ્ટ કરવામાં આવ્યો. જો કે, વડોદરાના ડોક્ટરોએ ઘણી મહેનત કરી હતી પરંતુ 2 કલાકની મહેનત બાદ પણ તેઓ અશોક જૈનના સ્પર્મના નમૂના લઇ શક્યા નહિ. હવે આ ટેસ્ટ નિષ્ફળ ગયા બાદ તેને અમદાવાદ લઇ જવામાં આવશે અને DNA માટે જરૂરી લોહીના નમૂના પણ લેવામાં આવ્યા છે. હવે વધુ બ્લડ ટેસ્ટ ગોત્રી હોસ્પિટલમાં કરવામાં આવશે. આરોપી અશોક જૈનનો બ્લડ પ્રેશર પણ ચેક કરવામાં આવ્યુ હતુ.

પીડિતા યુવતિના મિત્ર અલ્પુ સિંધીને હરિયાણાના ગુરુુગ્રામથી વડોદરા ક્રાઇમ બ્રાંચ લાવવામાં આવ્યો હતો. આ કેસમાં તેની પણ ધરપકડ કરવામાં આવશે. જણાવી દઇએ કે, અશોક જૈન પાલિતાણાથી પકડાયો હતો. અશોક જૈનને ઝડપી લેવા માટે પોલીસની 2 ટીમોએ રાજસ્થાન અને યુપીમાં ધામા નાખ્યા હતાં. પરંતુ પીડિતાના કેસ કર્યાના દિવસથી જ અશોક જૈન ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલો બહાર આવ્યા બાદથી અશોક જૈન અને રાજુ ભટ્ટ બંને ફરાર થઈ ગયા હતા. જેના બાદ રાજુ ભટ્ટ જૂનાગઢથી ઝડપાઇ ગયો હતો. જેના બાદ તેને વડોદરા લાવવામાં આવ્યો હતો.

આરોપી રાજુ ભટ્ટે પોલીસ પુછપરછમાં કેટલાક ખુલાસા કર્યા હતા, તેને જણાવ્યું હતું કે પીડિતા સાથે તેને એક વાર નહિ પરંતુ વારંવાર સંબંધો બાંધ્યા હતા. તેને પોલીસને જણાવ્યું કે પીડિતા સાથે તેને ચારવાર સંબંધો બાંધ્યા હતા. હાર્મની હોટેલ, આજવા રોડના ડવડેક એપાર્ટમેન્ટ અને ડી-903 નિસર્ગ કોમ્પ્લેક્ષમાં યુવતીની સહમતીથી સંબંધો બાંધ્યા હોવાની કબૂલાત રાજુ ભટ્ટે કરી હતી.