વડોદરા : પતિએ પત્નીના પ્રેમીને ફોન કરી બોલાવ્યો અને પછી કર્યુ એવું કે થયો સીધો જેલ ભેગો, જાણો વિગત

વડોદરા: પ્રેમપ્રકરણ, પત્નીને પ્રેમ કરનાર યુવકને પતિએ તેના ઘરે બોલાવ્યો, અને પછી જે કર્યું એવું કે…

વડોદરાના અનગઢ ગામમાંથી પ્રેમ પ્રકરણમાં હત્યા કરવાનો કિસ્સો સામે આવ્યો છે. પત્નીના પ્રેમીને લાકડાના ફટકા મારી અને પ્રેમિકાએ ઝેરી દવા પીવડાવી હોવાનું બહાર આવતા પોલિસે આરોપીની ધરપકડ કરી છે. અનગઢ ગામમાં આ બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે. પોલિસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાની વિગત અનુસાર, વડોદરાના અનગઢ ગામમાં રહેતા રાજુના લગ્ન લગભગ દોઢેક વર્ષ પહેલા આણંદના સારમખા ગામના શિવાની સાથે થયા હતા. શિવાનીનો તેના ગામમાં રહેતા મિલન સાથે પ્રેમ સંબંધ હતો. લગ્ન બાદ શિવાનીએ પિયરમાં આવ્યા બાદ પણ તેના પ્રેમી સાથે વાતચીત ચાલુ રાખી હતી અને શિવાનીના પતિ રાજુને આ વાતની જાણ થતા તે ચોંકી ગયો હતો.

Image source

આ વાતની જાણ થતા તેને તેની પત્ની શિવાનીના પ્રેમીની હત્યા કરવાનું મનમાં નક્કી કરી લીધુ હતુ, તેણે 2 જૂનના રોજ શિવાનીના પ્રેમીને ફોન કરી ઘરે બોલાવ્યો અને ઘરે પહોંચ્યા બાદ શિવાનીના પ્રેમીએ પતિ રાજુ પાસે શિવાનીની તસવીરો માંગતા મામલો વધ્યો હતો. જેને કારણે ગુસ્સામાં રાજુએ શિવાનીના પ્રેમીને માથામાં લાકડાનો ફટકો માર્યો હતો જેને કારણે તેને લોહી પણ નીકળી રહ્યુ હતુ અને તે બાદ શિવાનીએ તેના પ્રેમીને ઝેરી દવા પીવડાવી ઘરની બહાર ધકેલી દીધો હતો.

શિવાનીના પ્રેમી સાથે તેનો એક મિત્ર ધર્મેન્દ્રકુમાર પણ આવ્યો હતે અને કલાકો સુધી રાહ જોયા બાદ મિલન પરત ના ફરતા ધર્મેન્દ્રકુમારે ફોન કર્યો હતો અને આ દરમિયાન મિલન લથડિયા ખાતો તેના મિત્ર પાસે પહોંચ્યો હતો અને તેના મિત્રએ 108 એમ્બ્યુલન્સ બોલાવી અને ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો જયાં ડોક્ટરએ તેને મૃત જાહેર કર્યો હતો.

આ ઘટના બાદ શિવાનીના પ્રેમીના મિત્રએ શિવાની અને તેના પતિ વિરૂદ્ધ નંદેસરી પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. અને પોલિસે દંપતીની ધરપકડ કરી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.

Shah Jina