ખબર

એક કબૂતર પકડો અને એક હજારનું ઇનામ મેળવો, ગુજરાતમાં અહીંયા ચાલી છે જોરદાર ઓફર

વડોદરાનું એરપોર્ટ પ્રશાસન કબૂતરના ત્રાસથી ખુબ જ ત્રાહિમામ પુકારી ગયું છે. કબૂતરોના કારણે એરપોર્ટ પ્રશાસને એક કબૂતરને પકડવાના એક હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે. વડોદરાના નવા એરપોર્ટના ઉપરના માળે કબુતરોએ પોતાના માળા બનાવી નાખ્યા છે.

Image Source

વડોદરા એરપોર્ટ પર કબૂતર સ્વછતા અને સુરક્ષાની દ્રષ્ટિએ માથાનો દુખાવા સમાન બની ગયું છે. જણાવી દઈએ કે, વડોદરાનું આ એરપોર્ટ લગભગ 160 કરોડ રૂપિયા ખર્ચ કરીને બનાવ્યું છે અને આ એરપોર્ટની બિલ્ડીંગ 25 મીટર ઊંચી છે પણ ત્યાં 16 કબૂતર અડો જમાવીને બેઠા છે.

Image Source

કબૂતરોએ એરપોર્ટ પ્રશાસનના નાકમાં દમ કરી મુક્યો છે, તેથી એરપોર્ટ ઓથોરિટીએ કબૂતર પકડવા માટે બધાને અનુરોધ કર્યો છે. અરેપોર્ટના ડાયરેક્ટર ચરણ સિંહ જણાવ્યું હતું કે, અમે કબૂતરને મારવામાં વિશ્વાસ નથી કરતા, તેથી અમે આ રસ્તો શોધ્યો છે.

Image Source

કબુતરના લીધા એરપોર્ટ સાફ રાખવામાં ખુબ જ તકલીફ પડે છે તો બીજી તરફ અમુક લોકોને કબૂતરથી બીક પણ લાગે છે. તેને પછી તેમને ઇનામ વિષે યોજના વિષે વિચાર્યું જેમાં કબૂતરને કોઈ પણ નુકશાન પણ નહીં થાય અને કબૂતરને એરપોર્ટમાંથી કાઢી શકાય.

Image Source

જણાવી દઈએ કે, દિલ્લીની એક મહિલાનું મૃત્યુ કબુતરની ચરકથી થતી બીમારીના કારણે થયું હતું. એમ્સના ડોક્ટરે જણાવ્યું છે કબુતરની ચરકમાંથી Acute hypersensitivity pneumonitis નામની જાન લેવા બીમારી ફેલાય છે. દિલ્લીમાં આ બીમારીથી 300 લોકો પીડિત દવાખાને સારવાર કરાવી રહ્યા છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.