ઓનલાઇન ગેમમાં દેવું થઇ જતા વડોદરામાં બે બાળકોના પિતાએ ગળે ફાંસો ખાઇ કર્યો આપઘાત- સુસાઇડ નોટમાં એવું લખ્યુ કે…

ઓનલાઈન ગેમની લતથી બચજો!:વડોદરામાં ગેમમાં દેવું થઈ જતા યુવકનો સ્યુસાઈડ નોટ લખી આપઘાત, બેન્કના એજન્ટોની ધમકીથી ડરીને પગલું ભર્યું

ગુજરાતમાં ઘણીવાર આત્મહત્યાના કિસ્સા સામે આવે છે. જેમાં પ્રેમ સંબંધ-અવૈદ્ય સંબંધ સહિત દેવું પણ કારણ હોય છે. ત્યારે હાલમાં વડોદરામાંથી આપઘાતનો મામલો સામે આવ્યો છે. બે બાળકોના પિતાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, ઓનલાઇન ગેમનાં ચક્કરમાં દેવું થઈ જવાને કારણે ડિપ્રેશનમાં જતાં રહેતા આખરે પોતાનો જીવ ટૂંકાવ્યો હતો.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

ઓનલાઈન ગેમના ચક્કરમાં ગળે ફાંસો ખાઇ કર્યો આપઘાત

વડોદરામાં રિફાઈનરી રોડ પર આવેલ ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતા 31 વર્ષીય મયુર મહિડાએ આપઘાત પહેલા સુસાઈડ નોટ લખી હતી, જેમાં તેમણે ઓનલાઈન ગેમ રમવાનાં અને લોન લેવાનાં ચક્કરમાં દેવું થઈ ગયું હોવાનું જણાવ્યુ હતું. સુસાઈડ નોટમાં લોન ભરપાઈ કર્યા છતા કેટલાક શખ્સો હેરાન કરતા હોવાનો ઉલ્લેખ કરાયો છે.

આ ઉપરાંત સોશિયલ મીડિયામાં બદનામ કરી દેવાની ધમકી પણ આપવામાં આવતી હોવાનો ઉલ્લેખ છે. સુસાઇડ નોટમાં મૃતકે લખ્યું છે કે, મારી કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો. પપ્પા અને આરતી.. આરતી તું બંનેને સારી રીતે રાખજે. મને ઘણું દુખ થાય છે પણ મારા પાસે કોઇ બીજો રસ્તો નથી. સોરી માફ કરજો” આ ઉપરાંત ડોક્યુમેન્ટનો દૂરુપયોગ કરવાની પણ ધમકીનો ઉલ્લેખ કરાયો છે.

સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી અપાતી

મૃતકના પિતરાઇ અનુસાર, તે નોકરી પર હતો ત્યારે તેને ન્યૂડ ફોટો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી મળતી અને લોનના નાણાં માટે પણ ઊઘરાણી કરાતી. આ ઉપરાંત પિતાને પણ ફોન કરી ધમકી આપવામાં આવતી. જેને કારણે આ બધાથી કંટાળી આખરે તેણે આપઘાત કરી લીધો. પોલીસે હાલ તો મયુરના બે મોબાઇલ ફોન અને સુસાઇડ નોટ કબજે કરી છે અને કાર્યવાહી હાથ ધરી છે.

Shah Jina