વડોદરામાં પતિ-પત્ની અને પુત્રનો સામૂહિક આપઘાત, પહેલા પત્ની અને પુત્રની હત્યા બાદ પતિએ ખાધો ગળે ફાંસો

વડોદરામાં એક જ પરિવારના 3 સભ્યોનો સામૂહિક આપઘાત, પત્ની-પુત્રની હત્યા કર્યાં બાદ પતિએ કરી આત્મહત્યા

ગુજરાતમાથી અવાર વાર આપઘાતના ઘણા મામલાઓ સામે આવે છે. કેટલીકવાર પ્રેમ સંબંધ, આર્થિક તંગી, દેવું વધી જવું કે પછી અન્ય કારણોસર લોકો આત્મહત્યા જેવું પગલુ ભરતા હોય છે. ઘણીવાર રાજ્યમાંથી સામૂહિક આપઘાતના મામલા પણ સામે આવે છે, જેમાં મુખ્યત્વે કોઇની ધાક ધમકી કે પછી દેવું કારણ હોય છે. હાલમાં વડોદરામાંથી સામૂહિક આપઘાતનો મામલો સામે આવ્યો છે. (તમામ તસવીરો સૌજન્ય : દિવ્ય ભાસ્કર)

વડોદરાના ડભોઈ-વાઘોડિયા રિંગ રોડ પર આવેલ દર્શનમ ઉપવન ડુપ્લેક્સમાં રહેતા ત્રણ પરિવારના સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે. એક જ પરિવારના 3 સભ્યના મૃતદેહો મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મૃતક પ્રિતેશભાઈએ પહેલા તો પત્ની અને પુત્રનું ઓશીકાથી મોઢું દબાવી હત્યા કરી અને પછી તેમણે પોતે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

પાણીગેટ પોલીસ સ્ટેશનના પી.આઇ. અનુસાર, તેમણેમૃતકે દીવાલ પર લખ્યુ હતુ કે અમે અમારીથી મરજીથી આપઘાત કરીએ છીએ. આમાં કોઈ જવાબદાર નથી. આ મામલાનો ખુલાસો ત્યારે થયો જ્યારે માતાએ સવારે આવીને આવી રીતે મૃતદેહ જોયા. માતા અચાનક રડવા લાગતા આસપાસના લોકો દોડી આવ્યા ઘટનાની જાણ પોલીસને કરી. પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રિતેશભાઈએ બેંકોમાંથી લોન લીધી હતી અને દેવું વધી ગયું હતું.

હાલ તો પ્રાથમિક કારણ એ છે કે દેવું થઈ જતાં પ્રિતેશભાઈએ આવું પગલું ભર્યું હતુ. પ્રિતેશભાઈ મિસ્ત્રી દર્શનમ ઉપવન ડુપ્લેક્સના મકાન નં- A-3, 102માં રહેતા હતા અને તેઓ શેરબજારનું કામ કરતા હતા. તેમને 7 વર્ષનો પુત્ર પણ હતો. તેઓ અહીં તેમની પત્ની અને પુત્ર સાથે રહેતા હતા. તપાસમાં સામે આવ્યુ છે કે, આપઘાત પહેલા મૃતક પ્રિતેશભાઇએ ઘરની દીવાલ પર ‘Sorry maa’ લખ્યુ હતુ.

આ સાથે એવું પણ લખ્યુ હતુ કે, મુખ્ય કારણ ફાયનાન્સિયલ સિચ્યુએશન છે, દેવુ બહું વધી ગયું છે અને હવે કોઈ ઓપ્શન જ નથી રહ્યો અમારી જોડે. 6-7 વર્ષથી અમે અલગ રહ્યા છે. એટલે અમારી ફાઇનાન્સીયલ સિચ્યુએશન અમારી સાથે ખત્મ થઈ જશે. આ સાથે એવું પણ લખવામાં આવ્યુ હતુ કે, અમે અમારી મરજીથી આ પગલું ભર્યું છે. તેણે પોલીસ કમિશનરને રિકવેસ્ટ કરતા કહ્યુ કે, અમારા પરિવારના લોકોને હેરાન કરવા નહીં. આ અમે અમારી મરજીથી કર્યું છે.

જણાવી દઇએ કે, ઘટનાની જાણ થતા પરિવારના લોકો પહોંચ્યા હતા અને તેમના આક્રંદથી વાતાવરણ પણ ગમગીન બની ગયુ હતુ. એવું પણ સામે આવ્યુ છે કે, મૃતકે ગઈકાલના રોજ રાત્રે તેમની મમ્મીને મેસેજ કર્યો હતો કે આવતીકાલે સવારે ઘરે આવજો, જમવા જવાનું છે. જ્યારે સવારે મૃતકના માતા ઘરે પહોંચ્યા તો દીકરાને ફાંસો ખાધેલી હાલતમાં જોયો અને વહુ તેમજ પૌત્રના મૃતદેહને પલંગ પર જોયા.

Shah Jina