સંસ્કારી નગરીની આબરૂ ગઈ, ફૈઝલ ટુ-વ્હીલર પર બેસાડીને લઇ ગયો હોટેલ અને ન કરવાનું….
ગુજરાતમાંથી અવાર નવાર મહિલાઓ, યુવતિઓ અને સગીરાઓ સાથે છેડતી તેમજ દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે હાલમાં સંસ્કારી નગરી વડોદરાને શર્મશાર કરે તેવી બે ઘટનાઓ એક જ દિવસમાં સામે આવી છે. વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા બીજા ધર્મના યુવકે એક યુવતીનું ઘરેથી બળજબરીપૂર્વક અપહરણ કરી તેને હોટલમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતુ. આ ઘટનાને લઇને ચકચાર મચી જવા પામી હતી. પોલીસે આ મામલે યુવક અને તેના સાગરીતની ધરપકડ પણ કરી લીધી છે અને તેમને જેલ હવાલે તગેડ્યા છે.

પીડિત યુવતીનાં પરિવારજનો કામથી બહાર ગયાં હોવાને કારણે આરોપી ફૈઝલ ઉર્ફે ફૈઝુ અયુબભાઇ ઘાંચી અને તેનો સાગરીત ફિરોઝ ઉર્ફે ગટ્ટુ શબ્બીર હુસેન વ્હોરા ટુ-વ્હીલર લઈને આવ્યા અને યુવતીને બળજબરીપૂર્વક પર બેસાડી અલકાપુરીની એક હોટલમાં લઈ ગયા, તે બાદ તેના પર દુષ્કર્મ ગુજાર્યુ અને પછી બીજા દિવસે તેને જવા દીધી. યુવતી ઘરે પરત ફરતા પરિવારે આ મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને પોલિસે તાત્કાલિક કાર્યવાહી કરી બંનેની ધરપકડ કરી.

31 ડિસેમ્બરે બપોરે 1 વાગ્યે ઘરેથી ગુમ થયેલ યુવતી પરત આવ્યા બાદ તેની પરિવારે પૂછપરછ કરી તો તેણે જણાવ્યું કે, 30 ડિસેમ્બરે સાંજે સાડા સાત વાગ્યે ફૈઝલ ઉર્ફે ફૈઝુ ઘાંચી અને ફિરોઝ ઉર્ફે ગટ્ટુ વ્હોરા ટુ વ્હીલર લઇને આવ્યા અને બળજબરી તેને બેસાડી અપહરણ કરી લઇ જઇ ફિરોઝ ઉર્ફે ગટ્ટુ વ્હોરા ટુ-વ્હીલર પરથી ઊતરી ગયો અને ફૈઝલ યુવતીને અલકાપુરીની એક હોટલમાં લઇ ગયો, જ્યાં તેણે યુવતિ પર દુષ્કર્મ આચર્યુ અને તે બાદ રાત રાખ્યા પછી 31મી ડિસેમ્બરે બપોરે 1 વાગ્યા આસપાસ તેને હોટલમાંથી બહાર જવા દીધી.
જે બાદ યુવતિ પોતાના ઘરે પરત ફરી. ACP અનુસાર, બંને આરોપીઓ ફૈઝલ ઉર્ફે ફૈઝુ ઘાંચી અને ફિરોઝ ઉર્ફે ગટ્ટુ વ્હોરા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ ઉપરાંત વધુ એક ઘટના છેડતીની વડોદરામાંથી સામે આવી હતી. આ ઘટના શિક્ષણજગતને શર્મસાર કરી રહી હતી. વાઘોડિયાની હાઇસ્કૂલના ક્લાર્કે વિદ્યાર્થિની સાથે ભરબજારમાં હાથ પકડીને તેની છેડતી કરતી હતી. ક્લાર્કે વિદ્યાર્થિનીને પૈસા આપીને ફરવા જવાની ઓફર કરી, જેને લઇ વિદ્યાર્થિનીના પરિવારે જરોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદ નોંધાયા બાદ ગણપત ભાલિયા નામના ક્લાર્કની પોલીસે તપાસ હાથ ધરી.