સંસ્કારી નગરીમાં ઇકબાલ અને મહોરમે 19 વર્ષીય દીકરી અને માતાને પણ પીંખી નાખી, નહાતા સમયે ચૂપકેથી…

વડોદરામાં ગોત્રી વિસ્તારમાં ઇકબાલ અને મહોરમે માતા અને દીકરી પર દુષ્કર્મ આચર્યું, પરિણીતા સ્નાન કરતી હતી ત્યારે ચુપકેથી…

ગુજરાતમાંથી અવાર નવાર મહિલાઓ અને યુવતિઓ પર અત્યાચાર કે દુષ્કર્મના અનેક કિસ્સાઓ સામે આવે છે. જેમાં કેટલીકવાર પ્રેમની લાલચ આપી અથવા તો કોઇ વાતે બ્લેકમેઇલ કરી તેની સાથે દુષ્કર્મ ગુજારવામાં આવે છે. ત્યારે હાલમાં સંસ્કારી નગરી વડોદરામાંથી દુષ્કર્મનો ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં બીજા ધર્મના બે ભાઈઓએ માતા પુત્રી પર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યુ છે. આ મામલે માતા અને પુત્રીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. વડોદરાના ગોત્રી વિસ્તારમાં બે પરપ્રાંતીય બીજા ધર્મના ભાઇઓએ મહિલાનો સ્નાન કરતો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી

અને મહિલા તેમજ તેની 19 વર્ષીય પુત્રી પર બરાત્કાર ગુજાર્યો હતો.આ મામલે ગોત્રી પોલીસે ગુનો નોંધી બંને નરાધમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની વિગત જોઇએ તો, વડોદરાના ગોત્રીમાં રહેતી ત્રણ બાળકોની માતા તેની નજીકમાં રહેતી એક પરપ્રાંતીય મુસ્લિમ મહિલાના સંપર્કમાં આવી હતી અને ત્યાં તેનો ભાઇ મોનુ પણ આવતો. જેને કારણે મહિલા તે ભાઇના પરિચયમાં આવી હતી. થોડા સમય બાદ ઇકબાલ ઉર્ફે મોનુએ મહિલાને ત્યાં અવરજવર શરૂ કરી

અને ઇકબાલ ફર્નિચરનું કામ કરતો હોવાથી મહિલાએ મંદિર બનાવવા માટે પૂછ્યું. પરંતુ ખર્ચ વધુ આવતાં ઇકબાલે આ મંદિર હું બનાવી આપીશ તેમ કહી સંબંધ વધાર્યા હતા. જે બાદ મોનુએ મહિલાના ઘરે આવી કહ્યુ કે, તમે મને ખૂબ ગમો છો. તેણે આ સમયે લગ્નની વાત પણ કરી હતી. ત્યારે મહિલાએ ઇનકાર કરતાં બીજે દિવસે તેણે ઘરે આવી જબરદસ્તી સબંધ બાંધ્યો હતો. જો કે, આરોપીએ પરિવારને પટાવી ફોસલાવી પારિવારિક સંબંધો કેળવ્યો અને તે બાદ ઇકબાલે મહિલા સ્નાન કરતી હતી ત્યારે અચાનક ઘરમાં આવી તેનો વીડિયો ઉતારી લીધો.

જે બાદ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી તે મહિલા પર વારંવાર બરાત્કાર ગુજારતો હતો. તેણે મહિલાની પુત્રીને પણ વીડિયો બતાવી વાયરલ કરવાની ધમકી આપી વારંવાર બરાત્કાર ગુજાર્યો હતો. આ સંબંધ બાંધવાને કારણે તે સગર્ભા બનતાં આરોપીએ દવા આપી તેનો ગર્ભપાત પણ કરાવ્યો હતો. પુત્રીની તબિયત લથડતાં પરિવારને ઘટનાની જાણ થઈ હતી અને તે બાજ આખો પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો.

પ્રતિકાત્મક તસવીર

પીડિતાની માતાએ ઇકબાલના ભાઇ મોહરમને આ સમગ્ર ઘટનાની જાણ કરી પરંતુ ઇકબાલે તેના ભાઇને પણ મહિલાના ફોટા આપ્યા હોવાથી તેણે આ ફોટા તેની પુત્રીને બતાવી બરાત્કાર ગુજાર્યો હતો અને લગ્ન માટે દબાણ કર્યું હતું. બંને નરાધમો વારંવાર મારી નાંખવાની ધમકી આપતા હોવાથી મહિલાએ પરિવારની મદદથી હિંમત કરી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાને લઇને હિન્દુ સંગઠનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

Shah Jina