સંસ્કારી નગરી વડોદરામાં અભિનેત્રી માતાએ જ 13 વર્ષની દીકરીના પેટમાં ઉપરાછાપરી મારી દીધા છરીના 20 ઘા, માતા અને દીકરીનો પ્રેમી એક જ….જાણો સમગ્ર વિગત

સંસ્કારી નગરીમાં માતાને 10 વર્ષ નાના યુવક સાથે થયું પ્રેમ પ્રકરણ, પોતાની સગીર દીકરીએ પણ એ યુવક સાથે કર્યું ઇલુ ઇલુ તો માતાથી ન રહેવાયું અને દીકરીને આપી ખતરનાક ક્રૂર સજા

પ્રેમ સંબંધ એવો હોય છે કે ક્યાં કોની સાથે બંધાઈ જાય તે કઈ કહેવાતું નથી. ઘણીવાર પરણિત જીવનમાં પણ કોઈ ત્રીજી વ્યક્તિ પ્રવેશે છે અને પ્રેમ સંબંધો બંધાય છે, પરંતુ તેના ભયાનક પરિણામો પણ આપણે આવતા જોઈએ છીએ. ત્યારે હાલ સંસ્કારી નગરી વડોદરામાંથી જે ઘટના સામે આવી છે તે ખુબ જ ચોંકવાનારી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરામાં ગત મંગળવારના રોજ એક 39 વર્ષીય માતાના પ્રેમી સાથે તેની 8માં ધોરણમાં ભણતી દીકરીના પણ સંબંધો હોવાની શંકા રાખીને માતાએ પોતાનો પ્રેમ ગુમાવાના ડરથી પોતાની સગી દીકરીના પેટમાં એક પછી એક છરીના 20 ઘા ઝીંકી દીધા હતા. જેના બાદ દીકરીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર મહિલાને જે વ્યક્તિ સાથે પ્રેમ સંબંધો બંધાયા હતા તે તેના કરતા 10 વર્ષ નાનો હતો અને હાલ તે દુબઈમાં રહે છે. આરોપી મહિલા એક અભિનેત્રી છે અને તે વેબ સિરીઝમાં પણ અભિનેત્રી તરીકે કામ કરવા ઉપરાંત મોડેલિંગ પણ કરતી હોવાની માહિતી મળી રહી છે.

પોલીસે હવે આ મામલામાં તપાસ હાથ ધરી છે. આરોપી મહિલાએ તેના પતિ સાથે છૂટાછેડા લઇ લીધા છે અને હાલ તે તેની દીકરી સાથે એકલી રહેતી હતી. ત્યારે આ ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે દીકરીને છરીના ઘા માર્યા બાદ પોતે જ પોલીસને ફોન કર્યો હતો અને દીકરીને સારવાર માટે ખસેડવા 108ને પણ પણ ફોન કર્યો હતો.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર મહિલાએ તેના પતિ સાથે વર્ષ 2013માં છૂટાછેડા લીધા હતા. છૂટાછેડાના થોડા સમય બાદ તે એક યુવકના પરિચયમાં આવી હતી અને તેમની વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. જેની જાણ તેની દીકરીને પણ થઇ હતી, જેના કારણે અવાર નવાર બંને વચ્ચે ઝઘડા પણ થતા હતા. ત્યારે મીડિયા રિપોર્ટ અનુસાર એવી પણ વિગત મળી રહી છે, કે મહિલા તેના પ્રેમી અને દીકરી સાથે રાજસ્થાન ફરવા માટે ગયા હતા, ત્યાં માતાને દીકરી અને તેના પ્રેમી વચ્ચેના સંબંધોની જાણ થઇ હતી.

જેના બાદ ગત મંગળવારના રોજ માતા અને દીકરી જયારે ઘરે હતા તે દરમિયાન જ બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થઇ ગયો અને પછી માતા દીકરી ઉપર છરી લઈને તૂટી પડી અને ઉપરાછાપરી 20 ઘા ઝીંકી દીધા. હાલ દીકરી સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. એવી પણ માહિતી મળી રહી છે કે મહિલાના અગાઉ 2 વખત છૂટાછેડા થઇ ગયા હતા.

Niraj Patel