...
   

Video: મગરોના આતંકથી પરિવારો છાપરે, ડ્રોનમાં કેદ થયું વડોદરાનું જળપ્રલય, વિશ્વામિત્રીનો વિકરાળ રૌદ્ર રૂપ

વડોદરા : વિશ્વામિત્રી નદી બની ગાંડીતૂર, આસપાસના કાંઠા વિસ્તારમાં ઘૂસ્યા પાણી- મગરના ડરથી પરિવાર બે દિવસ રહ્યો પતરા પર…

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી અનેક જિલ્લાઓ અને શહેરોમાં વરસાદે ભારે તારાજી સર્જી છે, ત્યારે વડોદરાના આજવા ડેમમાંથી સતત છોડાયેલા પાણીને કારણે વિશ્વામિત્રી નદી ગાંડીતૂર બની છે. વિશ્વામિત્રી નદીના પાણી આસપાસના કાંઠા વિસ્તારમાં ઘૂસી ગયા છે અને તેને કારણે લોકોને પોતાના ઘરમાં જ પૂરાઇ રહેવું પડ્યુ છે. ઘણા લોકો પૂરના પાણીમાં ફસાઇ ગયા છે, ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યુ છે.

કેટલાક વિસ્તારોમાં તો કારો અને અડધી બસો પણ પાણીમાં ડૂબી ગઈ છે. સમા વિસ્તારમાં તો બુલ્ડોઝરમાં બેસાડીને લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આજવા સરોવરમાંથી પાણી છોડવાનું બંધ કરાયું હોવા છતાં પણ વિશ્વામિત્રી નદીનું જળ સ્તર વધી રહ્યુ છે જેને કારણે લોકોમાં ચિંતાનો માહોલ છે.

 

View this post on Instagram

 

A post shared by Gujju Rocks (@thegujjurocks)

વડોદરાના વડસર, કલાલી, મુજ મહુડા અને સયાજીગંજમાં પાણી ભરાયેલા છે. વેમાલી, હરણીમાં પાણીનો ભરાવો થયો છે. ભારે વરસાદને કારણે વડોદરાના અનેક વિસ્તારોમાં બે દિવસથી વિજપુરવઠો ખોરવાયો હોવાથી લોકો પણ પરેશાનીમાં મૂકાયા છે. સ્થાનિક લોકો તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે.

ત્યાં એક પરિવાર છેલ્લા બે દિવસથી વિશ્વામિત્રી નદીના કિનારે આવેલ ખાસવાડી સ્મશાનની બાજુમાં આવેલા મંદિરમાં ફયાયેલો છે. ઘણાં પ્રયત્નો છત્તાં પણ તેમને તંત્રની કોઈ મદદ નથી મળી રહી, તેઓ ઘરના પતરા પર બેઠા છે. પરિવારમાં 13 સભ્યો છે અને તેમાં નાના છોકરાઓ પણ છે. આજુબાજુમાં એમને મગરોનો પણ ડર છે. તેઓની એવી માગ છે કે તેમને જલ્દીથી જલ્દી મદદ મળે.

 

View this post on Instagram

 

A post shared by Gujju Rocks (@thegujjurocks)

Shah Jina