લેખકની કલમે

“વધાવ્યા, તમારા ઘરે દીકરી નો જન્મ થયો છે .” ડોકટર બહાર આવતા બોલ્યા…મમ્મી ના મોઢા માં ખુશી નહતી દેખાતી. પાપા એ એક ખોટી સ્માઈલ આપી.

“વધાવ્યા, તમારા ઘરે દીકરી નો જન્મ થયો છે .” ડોકટર બહાર આવતા બોલ્યા.ડોકટર ની આ વાત સાંભળી ને રોહન ખૂબ ખુશ થઈ ગયો, મમ્મી ને ગળે મળ્યો અને બોલ્યો, તમે દાદી બની ગયા, પાપા તમે દાદા….

મમ્મી ના મોઢા માં ખુશી નહતી દેખાતી. પાપા એ એક ખોટી સ્માઈલ આપી.

રોહન એ ડોકટર સાથે હાથ મળાવ્યો . અને પૂછ્યું” હું સીમા ને મળી શકું છું?”

“હા , જરૂર થી.” ડોકટર આટલું કહી ને ત્યાં થી ચાલ્યા ગયા.

રોહન દોડતો સીમા પાસે પહોંચ્યો.

સીમા ની આંખો માં ખુશી ના આંસુ હતા, રોહન એ એનો હાથ પકડ્યો અને બોલ્યો ,”કૉંગ્રેટયૂલેશન માય લવ , આપણે માતા પિતા બની ગયા.” અને એના હાથ માં કિસ કરી.

સીમા તુરંત બોલી , “રોહન મમ્મી પાપા…?”

“એ પણ ખૂબ ખુશ છે , પણ ડોકટર એ એમ કહ્યું છે કે એક એક મળવા જજો , એટલે હું આવ્યો.”
રોહન સીમા ને શાંત્વનો આપતા બોલ્યો.

“સાચે રોહન મમ્મી ખુશ છે ?”

“હા સીમા, કઈ સાસુ એની પૌત્રી ની પધરામણી ના સમાચાર સાંભળી ને ખુશ ન હોય.”

“પણ રોહન , એ પૌત્રી…” સીમા આટલું બોલી ને અટકી.

“સસ બસ ચાલો , ડોકટર એ તને આરામ કરવા માટે કહ્યું છે, તું આરામ કર થોડીક વાર, અમે બહાર જ છીએ ઓકે.” રોહન એ સીમા ના કપાળ પર ચુમી ભરી અને બહાર ચાલતો થયો.

બહાર લોબી માં , પાપા મમ્મી ને કંઈક સમજાવતા હતા.
રોહન ને જોઈ બંને ચૂપ થઈ ગયા.

“મમ્મી તમે અંદર કેમ ન આવ્યા ?”

મમ્મી એ કાંઈ જવાબ ન આપ્યો.

રોહન એ ફરી પૂછતાં બોલ્યો ,” મમ્મી તમને કહું છું, …કેમ તમે ખુશ નથી.?”

“કઈ વાત ની ખુશી રોહન ?”
મમ્મી ખિજાતા બોલ્યા.

“તમે દાદી બની ગયા, એ વાત ની.”

” દાદી…હુહ ” મમ્મી કટાક્ષ માં બોલ્યા.
” એ છોકરી આપણું ખૂન નથી રોહન,એ સીમા ની દીકરી છે.”

“એ સીમા અને મારી…. એ અમારી દીકરી છે મમ્મી ” રોહન ઊંચા અવાજે બોલ્યો.

“રોહન સચ્ચાઈ તો સચ્ચાઈ જ છે આખરે, તું ગમે એમ બોલ , એ સીમા અને વિવેક ની દીકરી છે.”

“શાંતા , શું કરે છે , ચૂપ થઈ જા …આમ….” પાપા મમ્મી ને ચૂપ કરાવતા બોલ્યા.

“તમે મને ચૂપ ન કરવો, હકીકત આ જ છે , કે એ આપણું ખૂન નથી.
સીમા સાથે લગ્ન કરી લીધા ત્યાં સુધી ઠીક હતું પણ કોઈ બીજા ના ખૂન ને પોતાની દીકરી તરીકે સ્વીકારી ક્યાં ની મહાનતા દેખાડી તે રોહન.?”

“વિવેક અને સીમા ના પ્રેમ ની નહિ પરંતુ એ મારા અને સીમા ના પ્રેમ ની નિશાની છે મમ્મી ,
અને તમે કોના ધોખા કરો છો, વિવેક અને સીમા ભલે એક બીજા ને ચાહતા હતા, પણ ..”

“પણ શું..?”મમ્મી એ રોહન ને વચ્ચે જ બોલતા અટકાવ્યો.

“પણ વિવેક હવે નથી રહ્યો આ દુનિયા માં મમ્મી.”

“હા એને એટલે જ એ સીમા એ તને એનો અને એની દીકરી નો સહારો બનાવી લીધો. એટલે જ એને તારી સાથે લગ્ન કર્યા, કે આ સમાજ માં એને એક હોદ્દો મળી જાય, લગ્ન પેહલા ના એના અને વિવેક ના થયેલ એ કામ ને એક નામ મળી જાય.” મમ્મી રોહન ને અલગ સચ્ચાઈ બતાવતા બોલ્યા.

“બસ ….બસ મમ્મી બસ….આજે તમે ઘણું વધુ બોલી ગયા..” રોહન ગુસ્સા માં ત્રાડકયો.
“સીમા એ મને લગ્ન કરવા માટે નથી મનાવ્યો, પણ મેં સીમા ને મારી સાથે લગ્ન કરવા માનવી હતી, હું એની પાસે કારગાર્યા હતો, એ બિચારી તો મને કહેતી રહી કે વિચારી લે હજુ એક વખત તું જે કરે છે બરાબર નથી, આ સમાજ નહિ સ્વીકારે.

પણ હું જ ન માન્યો ,અંતે મેં એને એમ કહ્યું કે મને સમાજ ની કાંઈ નથી પડી , હું તને પ્રેમ કરું છું અને જો તું પણ મને કરતી હોય તો બસ,બીજું કાંઈ મેટર નથી કરતું.

અને એ માની ગઈ. જ્યારે ખબર પડી કે એ પ્રેગ્નેટ છે, મેં એને ના પાડી કે આપણે મમ્મી પાપા ને નથી કહેવું કે આ બાળક આપણું નહિં પણ એનું અને વિવેક નું છે, પણ એ બિચારી બોલી કે ના મમ્મી ખૂબ પ્રેમાળ અને સમજદાર છે, આવા માતાપિતા ને અંધારા માં ન રખાય.

મારા હજાર વાર ના કેહવા પછી પણ એ ન માની, અને તમને લોકો ને સચ્ચાઈ કહી દીધી.
અને અત્યારે પણ હું અંદર ગયો ત્યાં બોલી પડી , રોહન મમ્મી ખુશ છે ને…

મેં મારી દીકરી ને હજુ સુધી મારા હાથ માં પણ નથી લીધી, કારણકે મેં વિચાર્યું હતું કે જ્યાં સુધી એના દાદી દાદા એને નહિ ઉપાડે ત્યાં સુધી હું પણ નહીં ઉપાડું.

પણ હવે બસ રહેવાતું નથી મારા થી હું જાઉં છું મારી દીકરી પાસે …”

રોહન આટલું કહી અંદર ચાલતો થઈ ગયો.

એની પાછળ એના પાપા ચાલતા થયા, ત્યાં પાછળ ફરી ને બોલ્યા ,”શાંતા , આ વખતે તું અને તારી જીદ બંને ખોટા છે …”

રોહન એની દીકરી પાસે આવી ઉભી ગયો.
સીમા એની સામે જોતી હતી. ત્યાં પાછળ થી પાપા બોલ્યા , “રોહન મને મારી પૌત્રી નું મોઢું તો જોવા દે….”

રોહન ની આંખો માં આંસુ આવી ગયા એ એના પાપા ને ગળે મળ્યો.
એના પાપા એ એની પૌત્રી નો ચેહરો જોયો ત્યાં એની આંખો પણ હર્ષ થી છલકાઈ પડી.
એ એની પૌત્રી ને ઉપાડવા જતા હતા ત્યાં જ
પાછળ થી અવાજ આવ્યો.
” આ હક મારો છે….મારી પૌત્રી ને સૌથી પહેલા હું મારા હાથો માં લઈશ પછી તમે બધા….”
પાછળ મમ્મી મોટા મોટા આંસુ આંખ માં થી વહાવતા ઉભા હતા.

રોહન દોડતો એની મમ્મી ને ગળે વળગ્યો ,
ત્યાં મમ્મી બોલી “મને માફ કરી દે બેટા , અને સીમા બને તો તું પણ માફ કરી દે…પ્લીઝ…”

મમ્મી આગળ વધ્યા અને એની પૌત્રી ને પોતાના હાથો માં ઉપાડી , અને કપાળ પર એક ચુમી ભરી અને બોલ્યા ,”તું પણ મને માફ કરી દેજે બેટા.”

“ચાલ શાંતા હવે જલ્દી કર અમે લાઇન માં ઉભા છીએ…” પાપા એની પૌત્રી ને એના હાથ માં લઈ ઉપાડવા માટે ઝડપ કરાવતા બોલ્યા, અને બધા હસી પડ્યા.

લેખક: મેઘા ગોકાણી

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks