લેખકની કલમે

વડ થી પુત્રપ્રાપ્તિ – સંતાન પ્રાપ્તિ માટે શ્રદ્ધા સાથેનો પુત્રપ્રાપ્તિ માટેનો અકસીર પ્રયોગ છે…, શેર કરો નિસંતાન દંપતિઓને !! આંગળી ચિંધ્યાનું પુણ્ય મળશે …

પ્રિય વાચકો… આજે આપની સમક્ષ વાર્તાઓથી એક અલવ વિષય મુકું છું…

ચોક્કસથી દીકરીએ દેવી તુલ્ય છે એમાં બે મત નથી. દીકરી ઘરનો દીવો છે. દીકરી વ્હાલનો દરિયો છે. દીકરી પર આખા જગતનો આધાર છે. એ સ્વયં શક્તિ છે એવું હું દઢપણે માનું છું…છતાં દુનિયામાં કોઈ એવા દંપતી નહિ હોય જેમને એક દીકરાની ખેવના ન હોય… ઘણી બધી દવા અને દુવાથી સૌ ભગવાન પાસે એક દિકરોતો માંગેજ છે…

આપણાં ભારતીય તત્વજ્ઞાન અને આયુર્વેદમાં વૃક્ષને વાસુદેવ માનવાની પ્રથા સદીઓથી રહી છે. બધા વૃક્ષમાં પરમેશ્વરનો વાસ છે પણ એ બધામાં “વડ” ને સૌથી ઊંચું સ્થાન પ્રાપ્ત છે. ત્યાં સુધી કે “વટ સાવિત્રી” વ્રતનું આખું ગણિત વડ પર આધારિત છે. વડને સુતર ની આંટી થી જનોઈ પણ આપવામાં આવે છે આમ વડ ને ઈશ્વરનો દરજ્જો પ્રાપ્ત છે…
સંતાનમાં પુત્ર પ્રાપ્તિ માટેનો એક પ્રયોગ મેં મારા દાદી પાસેથી સાંભળ્યો જે આપની સમક્ષ મુકું છું…

આ પ્રયોગ ગર્ભવતી મહિલાને ગર્ભ રહ્યાને એક માસથી પંદર થી એકવીસ દિવસ સુધીમાં થઈ શકે છે.

જે દિવસે આ પ્રયોગ કરવાનો હોય એના આગળના દિવસે સવારે એ ગર્ભવતી બેને જનોઈ આપેલા વડ પાસે જઈ પૂર્ણ શ્રદ્ધાથી બે હાથ જોડી વડ ને વિનંતી કરવાની કે…”હે વડદાદા… પુત્રપ્રાપ્તિ ની ઈચ્છા સાથે હું આપની પાસે આવી છું. આવતી કાલે આપની સાત કૂંપળો લેવા હું આવીશ…”
વડને આટલી વિનંતી કર્યા બાદ બીજા દિવસે કે જે દી પ્રયોગ કરવાનો છે એ દિવસે સવારે સ્નાન કરી એ જનોઈ આપેલ વડની સાત કૂંપળો લઈ આવવી. ત્યારબાદ સરસવ ના સાત દાણા, અડદ ના સાત દાણા, અને ગાયનું દૂધ (૫૦ -૧૦૦ ગ્રામ) લેવું.
વડની કૂંપળ,સરસવના દાણા,અડદના દાણા અને ગાયના દૂધનું મિશ્રણ એક ખલમાં લઈ વાટી પ્રવાહી બનાવી દેવું. જે બેન પર આ પ્રયોગ કરવાનો છે એ બેનને જમીન પર પથારીએ ચત્તા સુઈ જવું. ધ્યાન રાખો કે ઓશીકું રાખવાનું નથી. ત્યારબાદ બનાવેલ મિશ્રણના સાત ટીપાં એ બેનના “જમણા નસકોરા” માં પાડવા. અને એજ સ્થિતિ માં એ બેને લગભગ અડધી કલાક સુઈ રહેવું. જેથી બનાવેલ ઔષધ જમણા નાશકોરાથી શરીરમાં જઈ શકે… અડધો કલાક બાદ એ બેન ઉભી થઇ શકે છે…
પ્રયોગના દિવસે ખાસ પરેજી એ પાડવાની છે કે એ ગર્ભવતી બેને પ્રયોગ ન થઈ જાય ત્યાં સુધી પાણી સિવાય કંઈજ મોં માં મુકવાનું નથી. પ્રયોગ બાદ નાસ્તો કે જમવાનું કરી શકાય.

● પ્રયોગ માટેની સામગ્રી ફરી નોંધી લેશો…

  • 1) જનોઈ આપેલ વડની સાત કૂંપળ.
  • 2) સરસવના સાત દાણા.
  • 3) અડદના સાત દાણા.
  • 4) ગાયનું દૂધ (૫૦-૧૦૦ ગ્રામ)

મિત્રો… આ એક શ્રદ્ધા સાથેનો પુત્રપ્રાપ્તિ માટેનો અકસીર પ્રયોગ છે. મારા દાદીએ ઘણી ગર્ભવતી બેનો ને આ પ્રયોગ કરી આપ્યો છે અને મોટા ભાગે એમની પુત્રપ્રાપ્તિની ઈચ્છા સફળ રહી છે જેથી આપની સમક્ષ મેં આ પ્રયોગ મુક્યો છે…

આશા છે કે આપ પણ આ પ્રયોગ આપના સગા સંબંધી કે અન્ય વ્યક્તિઓ સુધી પહોંચાડશો. આપણા નિમિતે કોઈનું સારું થાય તો આંગળી ચીંદ્યાનું પુણ્ય જરૂર મળશે…

સંકલન/લેખન :- અલ્કેશ ચાવડા ‘અનુરાગ’ (શંખેશ્વર) GujjuRocks Team

દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.