લેબોરેટરીમાંથી લાશ મળી, 21 વર્ષીય તિતિક્ષા પટેલે આત્મહત્યા નથી કરી, આ રીતે હત્યા કરાઈ, સૌથી મોટો ખુલાસો વાંચો
Mehsana News: ગુજરાતમાંથી (Gujarat) હત્યા અને આત્મહત્યાના (Suicide) ઘણા મામલા સામે આવે છે. છેલ્લા સમયમાં તો રાજ્યમાંથી ગુનાહિત પ્રવૃતિઓમાં ઘણો વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં મહેસાણા(Mehsana) ના વડસ્મા નજીક આવેલી કોલેજમાંથી વિદ્યાર્થીનીના આપઘાતનો મામલો સામે આવ્યો હતો. જો કે, હવે આ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. ફાર્મસીમાં અભ્યાસ કરતી અને હોસ્ટેલમાં રહેતી ઉમરગામની 21 વર્ષીય યુવતીની રહસ્મય સંજોગોમાં શનિવારે કોલેજના એક બિલ્ડિંગમાંથી લાશ મળી આવી હતી.

વલસાડના ઉમરગામના કછી ગામ, રાણાફળિયુંની 21 વર્ષિય તિતિક્ષા પટેલ વડસ્મા નજીક આવેલ શ્રી સત્સંગી સાકેતધામ રામઆશ્રમ શૈક્ષણિક સંકુલમાં ફાર્મસી કોલેજના છઠ્ઠા સેમેસ્ટરમાં અભ્યાસ કરતી હતી અને તે હોસ્ટેલમાં જ રહેતી હતી. કોલેજમાંથી યુવક અને યુવતી ગુમ થવા અંગે પોલીસની તપાસ ચાલુ હતી અને આ દરમિયાન જ શનિવારે કોલેજના નવા બની રહેલા લેબોરેટરી બિલ્ડીંગમાંથી યુવતીની લાશ મળી આવી.

આ મામલે હવે ઘટસ્ફોટ થયો છે કે મૃતક યુવતિ સાથે અભ્યાસ કરતા પ્રણવ નામના વિદ્યાર્થીએ જ તેની હત્યા કરી છે. આ મામલો પ્રેમ પ્રકરણનો છે. યુવક યુવતિને પ્રેમ સંબંધ રાખવા દબાણ કરી રહ્યો હતો અને તે બાદ લેબોરેટરીમાં વિદ્યાર્થિનીની હત્યા કરી આરોપી ફરાર થઈ ગયો હતો. પોલીસે પ્રણવ ગાવિત વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક યુવતી થોડા દિવસો પહેલા કોલેજમાંથી ગુમ થઈ ગઈ હતી અને આ સાથે એક યુવક પણ ગુમ થયો હતો જે બાદથી પોલીસ તપાસ કરી રહી હતી.

ત્યારે આ દરમિયાન કોલેજના નવા બની રહેલા લેબોરેટરી બિલ્ડીંગમાંથી બે-ત્રણ દિવસ પહેલા યુવતીનો મૃતદેહ મળી આવ્યો અને તે બાદ મૃતદેહનું પીએમ કરવામાં આવ્યું. હાલ તો કથિત આરોપી યુવક કે જે ફરાર છે તેની શોધખોળ ચાલી રહી છે. મૃતક તિતિક્ષા સાથે વલસાડના જોગવેલ ગામનો પ્રણવ ગાવિત પણ અભ્યાસ કરતો હતો.

આથી પરિવારજનોએ પ્રણવના નામજોગ આક્ષેપ કરી અને પોતાની દીકરીની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યા છે. આ કેસમાં ચોંકાવનારી વાત એ છે કે, પરિવારજનોના જણાવ્યા મુજબ, મૃતકના ગુમ થયા બાદ તેના જ મોબાઈલ નંબરથી એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું અને તે ગ્રુપમાં મૃતક તિતિક્ષા અને પ્રણવ વચ્ચે થયેલી વાતચીતના સ્ક્રિનશોટ મૂકવામાં આવ્યા.
આ ઉપરાંત મૃતક વિદ્યાર્થિનીના અંતિમ સંસ્કાર સુધી મૃતકના મોબાઈલ નંબરથી જ એ ગ્રુપ પર મેસેજ પણ વાયરલ કરવામાં આવી રહ્યા હતા. જો કે, આ બાદ પરિવારજનો ગંભીર આક્ષેપ છે કે, મૃતકનો મોબાઇલ પ્રણવ ઉપયોગ કરી રહ્યો હતો અને તિતિક્ષાના મોત મામલે તપાસને ગેરમાર્ગે દોરવા તિતિક્ષાના જ નંબર પરથી સ્ક્રીનશોટ વાયરલ કર્યા હતા.