આખરે 15 દિવસ બાદ સુંદર એવી વડાપાંવ ગર્લે રોડ પરથી લારી હટાવીને શરૂ કરી દીધી પોતાની ધમાકેદાર દુકાન… વીડિયો થયો વાયરલ

Vadapaun girl started a shop : દિલ્હીની પ્રખ્યાત વડાપાઉં ગર્લ હંમેશા કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતી હોય છે. તેના ઘણા બધા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા જોવા મળે છે. ચંદ્રિકા ગેરા દીક્ષિત ઉર્ફે ‘વડા પાવ ગર્લ’ છેલ્લા કેટલાક મહિનાઓથી આઉટર દિલ્હીના મંગોલપુરી વિસ્તારમાં પોતાનો વડાપાવનો સ્ટોલ લગાવી રહી હતી.  પરંતુ તેના સ્ટોલને લઈને પણ ઘણો વિવાદ થયેલો જોવા મળ્યો હતો.

ત્યારે હવે એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ચંદ્રિકાએ પોતાની દુકાન શરૂ કરી દીધું હોવાનું જોવા મળી રહ્યું છે. એક બ્લોગર દ્વારા એક વીડિયો બનાવવામાં આવ્યો છે, જેમાં દુકાનની અંદર ચંદ્રિકાની લારી ઉભેલી જોઈ શકાય છે. સાથે જ તે બ્લોગરના સવાલોના જવાબ પણ આપતી જોવા મળી રહી છે. ચંદ્રિકા કહે છે કે, “આખરે 15 દિવસ બાદ મેં દુકાન લીધી છે અને તેમાં લારી પણ છે, એટલે દુકાન તો રહેશે પણ એમાં લારી પણ હશે.”

ચંદ્રિકા એમ પણ કહી રહી છે કે દુકાનમાં હું બધી જ વસ્તુઓ મારા હિસાબથી કરીશ. તમે બધા મને સપોર્ટ કરજો.. હું બધાને આમંત્રણ આપીશ. જયારે ઓપનિંગ કરીશ ત્યારે એક વ્યક્તિનો આભાર પણ માનીશ. કારણ કે જો એ મને પુશ નહિ કરતા તો હું આ ક્યારેય ના કરી શકતી.” બ્લોગર ચંદ્રિકાને પૂછે છે કે દુકાનમાં તમે શું શું રાખશો ત્યારે ચંદ્રિકા જણાવે છે કે બધું જ મિક્સ હશે, ખાલી વડાપાઉંમાંથી તો ભાડું નહિ નીકળે.

જયારે બ્લોગરે તેના વાયરલ થઇ રહેલા ન્યુ કારના વીડિયો વિશે પૂછ્યું ત્યારે તેને જણાવ્યું કે મારી પાસે સેકેંડ હેન્ડ કાર છે. મેં કાર નથી ખરીદી. અને આઈફોન મારી પાસે બે વર્ષ પહેલા પણ હતો અને આજે પણ છે. આ ઉપરાંત પણ ચંદ્રિકાએ પોતાની જોબ છોડવા અને બીજી કેટલીક બાબતને લઈને પણ વીડિયોમાં ખુલાસો કર્યો છે.

Niraj Patel