ખબર

બે યુવકોએ બાળકના પ્રાઇવેટ પાર્ટમાં વૈક્યુમ ક્લીનરથી ભરી દીધી હવા, પછી થયુ એવું કે તમે જાણીને ચોંકી જશો

ઉત્તરપ્રદેશના પીલીભીતથી હેરાન કરી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. અહીં રાઇસ મિલમાં કામ કરવા ગયેલ યુવકે એક બાળકના પેટમાં વૈક્યુમ ક્લીનરથી પાર્ટમાં હવા ભરી દીધી. જલ્દીથી આ બાળકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન જ તેની મોત થઇ ગઇ.

14 વર્ષનો છોકરો ધોરણ 9ને વિદ્યાર્થી હતો. તેના પિતાને થોડા સમય પહેલા જ વાગ્યુ હતુ અને તે કારણે ઘરનો ખર્ચ ચલાવો મુશ્કિલ થઇ ગયો હતો. આવી સ્થિતિમાં તે તેના પિતાની જગ્યા પર ગુરૂનાનક રાઇસ મિલમાં મજૂરી કામ કરવા જતો હતો.

આ મિલમાં તેના સાથે ગામના ચાર યુવક પણ કામ કરતા હતા. આરોપ છે કે, બપોરના જમવાના સમયે બે યુવકોએ મજાક-મજાકમાં તેને પકડી લીધો અને વૈક્યુમ કલીનરથી તેના પાર્ટમાં હવા ભરી દીધી જેેને કારણે તેની હાલત બગડી ગઇ અને તેને જલ્દી જ પુરનપુર સીએચસીમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. જયાં ડોકટરે તેની હાલત ગંભીર જોતા તેને જિલ્લા હોસ્પિટલ રેફર કર્યો હતો.

જિલ્લા હોસ્પિટલના ડોક્ટરે કહ્યુ કે, હવાને કારણે તેની આંત ફાટી ગઇ છે. ડોકટરોએ તેની સારવાર કરવાની કોશિશ કરી, પરંતુ તેના હાલાતમાં સુધારો ન આવવા પર તેને બરેલીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો જયાં સારવાર દરમિયાન તેનું નિધન થઇ ગયુ.

પોલિસે આરોપીઓ વિરૂદ્ધ કેસ નોંધ્યો છે અને આ સાથે જ આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.