પોરબંદરના ગામડામાં રહેતા ખુડૂત પુત્રએ વિશ્વ કક્ષાએ પરિવારનું નામ કર્યું રોશન, અમેરિકામાં વિશ્વની નંબર વન ઓડિટ કંપનીમાં સ્થાન મેળવ્યું

દરેક માતા પિતા ઇચ્છતા  હોય છે કે તેમના સંતાનો તેમનું નામ રોશન કરે, તેમના પરિવારનું નામ રોશન કરે. ઘણા સંતાનો પોતાના પરિવાર અને સમાજનું નામ વધારવા માટે દિવસ રાત મહેનત કરતા હોય છે. ઘણા માતા પિતાએ ભલે ગરીબીમાં જીવન વિતાવ્યું હોય, પરંતુ તે ઈચ્છે છે કે તેમનું સંતાન સારું ભણી ગણી અને આગળ વધે. ત્યારે હાલ  પોરબંદર તાલુકાના વાછોડા ગામના વતની એવા ખેડૂત પિતાનું સપનું તેમના દીકરાએ પૂર્ણ કર્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વાછોડા અંદર માત્ર 6 એકર જમીન ધરાવનાર ખેડૂત રામભાઈ આલાભાઇ ગોઢાણિયાના દીકરા નીલેશની પસંદગી અમેરિકામાં વિશ્વની નંબર એક ઓડિટ ફાર્મ E Y ફાર્મ કંપનીમાં પસંગી થઇ છે. નીલેશને જોબ મળવાની સાથે જ પરિવારમાં ખુશીનો માહોલ ફરી વળ્યો છે. રામભાઈને એક દીકરો અને બે દીકરીઓ છે.

રામભાઈના જણાવ્યા અનુસાર નિલેશે 1 થી 4 ધોરણ વાછોડા પ્રાથમિક શાળામાં અભ્યાસ  કર્યો હતો. ત્યારબાદ ધોરણ ૫ થી ૭ રોજડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો અને ત્યારબાદ ધોરણ 8 થી 10 બગવદર ગ્રામ્ય ભારતી વિદ્યાલયમાં અભ્યાસ કરેલ જેના બાદ તે બરોડા અભ્યાસ અર્થે ગયો હતો.

ત્યાં સી.એ.નો અભ્યાસ કરી વધુ અભ્યાસ માટે અમેરિકા ગયો હતો. જ્યાં તેને સારી ટકાવારી મળતા અમેરિકામાં વિશ્વની ચાર મોટી ઓડિટ ફાર્મ કંપની માં E Y ફાર્મ કંપનીમાં તારીખ 12-7-2021ના રોજ જોબ મળી જતા ગોઢાણીયા પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયેલ છે.

Niraj Patel