ખબર

શું 2021 સુધી કોરોનાની રસી નહિ આવે? મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારે આપ્યું મોટું નિવેદન

કોરોના વાયરસ દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે, અને દુનિયાભરના વૈજ્ઞાનિકો કોરોના વાયરસની વેક્સીન શોધવામાં  લાગ્યા છે ત્યારે હજુ સુધી તેમાં સફળતા નથી મળી પરંતુ આપણા દેશવાસીઓને આશા છે કે કોરોના વાયરસની રસી ટૂંક સમયમાં આવી જશે અને આ મહામારી દૂર થઇ જશે.

Image Source

દેશની અંદર કોરોના વાયરસની વેક્સીનનું માણસો ઉપર ટ્રાયલ પણ શરૂ થઇ ગયું છે અને એવી આશા પણ રાખવાં આવી રહી છે કે 15 ઓગસ્ટના રોજ આ વેક્સીન દેશભરમાં ઉપલબ્ધ કરાવવાનું શરૂ થઇ જશે. પરંતુ સંસદીય સમિતિને મળીએ એક માહિતી પ્રમાણે 2021 સુધી કોરોનાની રસી આવવાની શક્યતા દેખા રહી નથી.

Image Source

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક મંત્રાલયના અનુસંધાને યોજાયેલી સંસદીય સમિતિ બેઠકમાં સંસદીય સમિતિના અધિકારીઓએ આ માહિતી આપી છે. અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે: “કોરોનાની રસી કમ સે કમ આ વર્ષે ભારતમાં બનવી શક્ય નથી, વર્ષ 2021ની શરૂઆતમાં કોરોનાની વેક્સીન આવવાની શક્યતા છે.

Image Source

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સંસદ જયરામ રમેશની અધ્યક્ષમાં આ બેઠક મળી હતી. આ બેઠકનો મુખ્ય એજન્ડા કોરોના અને બીજી મહામારી ભવિષ્યમાં ઉકેલવાની તૈયારી રૂપે હતો. આ બેઠક્માં રાજ્યસભાના સભાપતિ વૈંકયા નાયડુ પણ ઉપસ્થિત રહ્યા હતા. 25 માર્ચે લાગેલા લોકડાઉન બાદ સંસદીય સમિતિની આ પહેલી બેઠક હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.