ખબર

કોરોનાની દેશી વેક્સીન કર્યો ચમત્કાર: વાંદરામાંથી વાયરસનો સફાયો કર્યો અને જે રિઝલ્ટ આવ્યું એ

હાલ ભારત વિશ્વમાં કોરોના મામલે બીજ નમ્બર પર આવી ગયું છે અને કુલ કેસોની સંખ્યા 46 લાખ પાર થઇ ચુકી છે. એક્ટિવ કેસની સંખ્યા 9 લાખ ઉપર છે અને ડેથ 77 હજાર થઇ ચુકી છે. ભારતમાં વેક્સીન બનાવી રહેલી દેશી કંપની એટલે કે ભારત બાયોટેક (Bharat Biotech) તરફથી એનિમલ પર વેક્સીનનું પરીક્ષણ સફળ રહ્યાનો દાવો કર્યો છે.

Image Source

આ કંપનીએ કહ્યું છે કે ટ્રાયલના પરિણામોમાં લાઇવ વાયરલ ચેલન્જ મૉડલમાં વેક્સીને સુરક્ષિત પ્રભાવ બતાવ્યો છે. હૈદરાબાદ સ્થિત ફર્મ તરફથી ટ્વીટ કરવામાં આવ્યું છે કે, “આ કંપની ગર્વ સાથે COVAXINના પ્રાણીઓ પર કરવામાં આવેલા પરીક્ષણોનું પરીણામ જાહેર કરી રહી છે. આ પરિણામ લાઇવ વાયરલ ચેલેન્જ મૉડલમાં વેક્સીનની અસર બતાવે છે.”

Image Source

હૈદરાબાદમાં આવેલી આ ફર્મે ટ્વિટ કરીને કહ્યું, ભારત બાયોટેક ગૌરવથી કોવેક્સીનના એનિમલ પરિણામોની જાહેરાત કરે છે. આ પરિણામ એક લાઇવ વાયરલ ચેલેન્જ મોડલમાં સુરક્ષાત્મક પ્રભાવકારિતા પ્રદર્શિત કરે છે. વધુમાં માહિતી આપી કે આ રસી વાંદરામાં વાયરસ પ્રત્યેની એન્ટીબોડી વિકસિત થઈ હતી.

અત્યાર સુધી ફર્સ્ટ ટ્રાયલમાં 12 શહેરમાં વેક્સીનનું ટ્રાયલ કર્યું હતું. આ દરમિયાન 375 લોકોએ આમ ભાગ લીધો હતો. નોંધનીય છે કે ભારતમાં હાલ ત્રણ અલગ અલગ વેક્સીનનું ટ્રાયલ ચાલી રહ્યું છે. ગુજરાતની કંપની ઝાયડસ કેડિલા હેલ્થકેર લિમિટેડ અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ પૂણેમાં બીજા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ શરૂ થઈ ગયું છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ બ્રિટેનની ઓક્સફોર્ડ યુનિવર્સિટી તરફથી તૈયાર કરવામાં આવેલી વેક્સીનનું ભારતમાં ટ્રાયલ કરી રહી છે.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.