ખબર

કોરોના વેક્સિનને લઈને માઠા સમાચાર, એક વ્યક્તિ બીમાર પડતા જ ઓક્સફોર્ડમાં ટ્રાયલ રોકી દેવામાં આવ્યું

કોરોના વાયરસના પ્રચાર પ્રસાર સાથે જ દુનિયાભરના વૈજ્ઞાનિકો વેક્સીન શોધવામાં લાગી ગયા હતા. ઘણા દેશે કોરોનાની વેક્સીન શોધવામાં સફળ હોવાનો દાવો પણ કર્યો છે, પરંતુ હજુ સુધી કોઈ ખાત્રીપૂર્ણ સમાચાર નથી મળ્યા ત્યારે હાલમાં જ આ બાબતે એક ખુબ જ માઠા સમાચાર આવ્યા છે.

Image Source

એસ્ટ્રાજેનેકા (AstraZeneca) અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીની વેક્સીન (Oxford covid-19 Vaccine)ના ટ્રાયલને માનવ પરીક્ષણમાં એક વ્યક્તિના બીમાર પડ્યા બાદ રોકી દેવામાં આવ્યું છે. આ વેક્સીનનું નામ AZD1222 રાખવામાં આવ્યું હતું.

Image Source

એસ્ટ્રાજેનેકાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે “આ એક રૂટીન બ્રેક છે. કારણ કે પરીક્ષણમાં સામેલ વ્યક્તિની બીમારી વિશે હજુ સુધી કંઈ સમજમાં આવી રહ્યું નથી.

Image Source

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના જણાવ્યા પ્રમાણે અન્ય વેક્સિનની તુલનામાં આ વેક્સીન સૌથી આગળ ચાલી રહી હતી. ભારત સમેત દુનિયાના અનેક દેશોની નજર ઓક્સફોર્ડ યુનિવર્સીટીની આ વેક્સીન ઉપર ટકેલી હતી.

પરંતુ હાલ આવેલા આ ખબરે આખી દુનિયાને નિરાશા તરફ પાછી ધકેલી દીધી છે. AFPના અહેવાલ મુજબ, સમગ્ર દુનિયામાં ચાલી રહેલા ટ્રાયલને હાલ રોકી દેવામાં આવ્યા છે અને હવે એક સ્વતંત્ર તપાસ બાદ જ તેને ફરીથી શરુ કરી શકાશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.