ખબર

કોરોનાની 99 ટકા કારગર વેકેસીન બનાવવાનો દાવો, 10 કરોડ ડોઝ થશે તૈયાર- જાણો વિગત

જે લોકોએ દુનિયા ભરમાં કોરોનાએ કહેર મચાવ્યો છે. હવે તે લોકોએ જ ખુશખબરી આપી છે. ચીની વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસ માટે 99 ટકા અસરકારક રસી બનાવવાનો દાવો કર્યો છે. આ રસીના 10 કરોડ ડોઝ બનાવવાની તૈયારી ચાલી રહી છે. આ રસી બેઇજિંગ સ્થિત બાયોટેક કંપની સિનોવાક દ્વારા વિકસાવવામાં આવી છે. ચીનમાં એક હજારથી વધુ વૉલીયનટરમાં ટ્રાયલ ચાલી રહી છે.જો કે, આ રસીના સ્ટેજ 3ના ટ્રાયલ બ્રિટનમાં કરવાની તૈયારી કરી રહ્યું છે.

Image Source

જ્યારે રસી સંશોધનકર્તાઓને પૂછવામાં આવ્યું કે રસી કામ કરશે કે નહીં. આના જવાબમાં સંશોધનકારો લ્યુઓ બૈશને કહ્યું કે તે 99 ટકા સુધી અસરકારક રહેશે. હાલમાં કંપની રસીના બીજા તબક્કાની તપાસ કરી રહી છે, પરંતુ કોરોના ચેપના ઓછા પ્રમાણને કારણે ચીનમાં વોલિયન્ટર ની અછત છે.

Image Source

આ પછી સંશોધનકારોએ તેનો યુરોપમાં ટ્રાયલ કરવાનો નિર્ણય લીધો છે. ‘સિનોવાક’ કંપનીએ કહ્યું છે કે અમે યુરોપના ઘણા દેશો સાથે ટ્રાયલ માટે વાતચીત કરી રહ્યા છીએ. તેની સાથે યુકે સાથે વાટાઘાટો પણ કરવામાં આવી છે. જો કે વાતચીત હજી પ્રારંભિક તબક્કે છે. કંપની બેઇજિંગમાં પ્લાન્ટ પણ સ્થાપિત કરી રહી છે. આ પ્લાન્ટમાં લગભગ 10 કરોડ ડોઝ તૈયાર કરવામાં આવશે.

Image Source

કંપનીએ કહ્યું હતું કે, જો તમામ પરીક્ષણો સફળ થયા તો આ રસી સપ્ટેમ્બર સુધીમાં મળી જશે. કંપનીએ જણાવ્યું હતું કે આ રસી યુકેની અડધા વસ્તીની સારવાર કરવામાં સક્ષમ હશે. જો અજમાયશ સફળ થાય તો આ ઉનાળા સુધીમાં તે શક્ય બનશે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો રસીની દર્દીઓ પર ટ્રાયલ કરી રહ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.