ખબર

કોરોના વેક્સિનના બંને ડોઝ લેવા છતાં પણ કોરોના સંક્રમિત આવ્યો આ ડોક્ટર, મચી ગયો હડકંપ, જાણો સમગ્ર વિગત

કોરોના વાયરસથી આખી દુનિયા લડી રહી છે ત્યારે ભારતમાં કોરોના વેક્સીનનું રસીકરણ પણ શરૂ થઇ ચૂક્યું છે. સૌ પ્રથમ કોરોનાની રસી કોરોના વોરિયર્સને આપવામાં આવી હતી. જેના બંને ડોઝ પણ આપે ચુક્યા છે, પરંતુ આ બધા વચ્ચે જ એક હેરાન કરી દેનારી ખબર આવી છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

Image Source

ઝારખંડના પૂર્વી સિંહભૂમ જિલ્લા મુખ્યાલય જમશેદપુરમાં કાર્યરત એક ડોક્ટર કોરોનાના બંને ડોઝ લીધા બાદ પણ કોરોના સંક્રમિત આવવાની ખબરના કારણે હડકંપ મચી ગયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ડોકટરે પહેલો ડોઝ કોવીશીલ્ડનો 19 જાન્યુઆરી અને બીજો ડોઝ 16 ફેબ્રુઆરીના રોજ લીધો હતો. તે છતાં પણ કોરોના સંક્રમિત આવવાના કારણે સ્વાસ્થ્ય મહેકમમાં હડકંપ મચી ગયો છે.

Image Source

ડોક્ટર અને તેમની પત્ની અને બાળકનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેના બાદ ત્રણેયને ઘરમાં ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. આ પરિવારમાં ફક્ત ડોક્ટરે જ વેક્સીન લગાવી હતી.

Image Source

જિલ્લાના સિવિલ સર્જન એ.કે લાલ દ્વારા ડોકટરના કોરોના પોઝિટિવ હોવાની ખાતરી કરી છે પરંતુ આ મામલામાં વધારે જાણકારી શેર કરવામાં નથી આવી. તેમને જણાવ્યું કે “મંગળવારના રોજ ડોકટરના કોરોના પોઝિટિવ હોવાની ખબર મળી છે. અમે આગળ ડોકટરના કેટલાક બીજા ટેસ્ટ કરાવી રહ્યા છે સાથે જ આ કેસ ઉપર ઝીણવટથી સમજવાનો પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યો છે.”

Image Source

તો આ મામલામાં ડોક્ટર જણાવ્યું કે “મને કોવીશીલ્ડ વેક્સીનનો પહેલો ડોઝ 19 જાન્યુઆરીએ લાગ્યો હતો અને બીજો ડોઝ 16 ફેબ્રુઆરીએ. હમણાં 10 દિવસ પહેલા જ મારી પત્નીને તાવ આવી ગયો હતો અને કમજોરી અનુભવાઈ રહી હતી. મેં તેને દવા આપી પરંતુ તે ઠીક ના થઇ. ત્યારબાદ મેં તેનો કોરોના ટેસ્ટ કરાવ્યો જેમાં તેનો રિપોર્ટ પોઝિટિવ નીકળ્યો. તો મને પણ શરીરમાં કોઈ ખાસ લક્ષણ જોવા નહોતા મળ્યા પરંતુ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.”