ખબર

વેક્સિનને લઈને આવી ગયા નવા નિયમો, સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવી જાણકારી

કોરોના વેક્સિનને લગાવવાને લઈને સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા અવાર નવર નિવેદન જાહેર કરવામાં આવે છે. હાલમાં NEGVAC તરફથી આપવામાં આવેલા કોરોના વેક્સિનના સુઝાવને સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. NEGVAC દદ્વારા સિફારિશ કરવામાં આવી હતી કે કોરોનાથી સાજા થયા બાદ દર્દીને ત્રણ મહિના પછી જ વેક્સિનનો ડોઝ આપવામાં આવે. આ સુઝાવને સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે.

નેશનલ એક્સપર્ટ ગ્રૂપ ઓન વેક્સિન એડમિનિસ્ટ્રેશન ફોર કોવિડ (NEGAVC)ની નવી સિફારીશ પ્રમાણે જો વેક્સિનનો પહેલો ડોઝ લીધા બાદ કોઈ સંક્રમિત થાય છે તો બીજી ડોઝ રિકવરીના ત્રણ મહિના બાદ આપવામાં આવશે.

આ ઉપરાંત સ્તનપાન કરાવી રહેલી બધી જ મહિલાઓને કોરોના વેક્સિનનો ડોઝ આપવા માટે કહેવામાં આવ્યું છે. કોરોના વેક્સિનનો ડોઝ લેવા માટે ગયેલા લોકોને એન્ટિજન ટેસ્ટ કરવાની પણ મનાઈ કરાવવામાં આવી છે.