ખબર

કોરોનાની વેક્સિન લીધા બાદ ભૂલથી પણ ક્યારેય ના કરવા આ 5 કામ, WHO દ્વારા સાઈડ ઈફેક્ટને લઈને કહેવામાં આવી આ વાત

દેશભરમાં કોરોના વાયરસની વેક્સિન આપવાનું શરૂ થઇ ગયું છે. અત્યાર સુધી 6 કરોડથી પણ વધારે લોકો દ્વારા વેક્સિન લેવામાં આવી છે.  પરંતુ વેક્સિન લીધા બાદ કેટલાક લોકો દ્વારા તેની સાઈડ ઇફેક્ટ અને તાવની ફરિયાદ પણ કરવામાં આવી છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા રસીની સાઈડ ઈફેક્ટને લઈને પબ્લિક ડોક્યુમેન્ટ જાહેર કર્યા છે. વેક્સિન લગાવવાના સમયે અને પછીથી કેટલીક સાવચેતી રાખવાની પણ સલાહ આપવામાં આવી છે.

વિશેષજ્ઞોનું કહેવું છે કે વેક્સિન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. ભારતમાં લગાવવામાં આવી રહેલી બંને વેક્સિન, ભારત બાયોટેકની કોવેક્સિન અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોવીશીલ્ડ સંપૂર્ણ સુરક્ષિત છે છતાં પણ કેટલાક મામલામાં સામાન્ય સાઈડ ઇફેક્ટ થઇ શકે છે. જેવા કે દરેક વેક્સિનમાં થાય છે.

1. વેક્સિન લીધા બાદ તરત ટેટુ ના બનાવવું:
મેડિકલ એક્સપર્ટના પ્રમાણે તમારે કોરોના વેક્સિન લીધાના થોડા દિવસ સુધી ટેટુ ના બનાવવું જોઈએ. આમ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી.

2. કોઈ બીજી વેક્સિન ના લગાવવી:
વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે કોરોનાની વેક્સિન લીધાના બે અઠવાડિયા પહેલા અને બાદમાં કોઈ બીજી રસી ના લેવી. કોરોનાની રસી બાકીની રસી સાથે રિએક્ટ કરી શકે છે.

3. કસરત ના કરવી:
કોરોનાની વેક્સિન લીધાના એક અઠવાડીયા સુધી કસરત કરવાથી બચવું જોઈએ.

4. શરીરમાં પાણીની અછત ના થવા દેવી:
વેક્સિન લીધા બાદ શરીરને હાઈડ્રેટેડ રાખવું જોઈએ. કારણ કે ઇમ્યુન રેસ્પાન્સને પ્રોસેસ કરવામાં પાણી શરીરની મદદ કરે છે. એટલા માટે વધારેમાં વધારે પાણી પીવાનો પ્રયત્ન કરવો.

5. વેક્સિન સર્ટિફિકેટ સાચવીને રાખવું:
કોરોનાની વેક્સિન લીધા બાદ એક ડીઝીટલ પ્રમાણપત્ર આપવામાં આવે છે. તેને પણ સાચવીને રાખવું. કારણ કે ભવિષ્યમાં કોઈ યાત્રા કે વિઝા પ્રોસેસ દરમિયાન તેની જરૂર પડી શકે છે.