ખબર

ખુશખબરી: ભારતમાં પણ કોરોના વેક્સીનની હ્યુમન ટ્રાયલ શરુ, જલ્દી વાંચો કોને અપાઈ વેક્સીન

કોરોના વાયરસના ખતરાને નાથવા માટે દુનિયાભરના વૈજ્ઞાનિકો કોરોના વાયરસની રસી શોધવામાં લાગી ગયા હતા. રુસ દ્વારા કિલિન્કલ ટ્રાયલ પર કરી અને કોરોના વાયરસની વેક્સીન બહાર પાડવાનો દાવો પણ કરવામાં આવ્યો, પરંતુ હવે ભારતમાંથી પણ એક સારા સમાચાર સામે આવ્યા છે. ભારતમાં બનેલી કોરોના વાયરસની વેક્સિનની ક્લિનકલ ટ્રાયલ શરૂ થઇ ગયું છે. જે પટનાના એઇમ્સમાં થઇ રહ્યું છે.

Image Source

હૈદ્રાબાદની ભારત બાયોટેક ઇન્ટરનૅશનલ મિમિટેડ સાથે મળીને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ધ્વરા મળીને કોરોના વાયરસને લઈને વેક્સીન તૈયાર કરી છે. દેશના 12 અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટમાં તેનું ક્લિનિકલ ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. દેશની આ 12 ઇન્સ્ટિટ્યૂટમાં પટના એઇમ્સ પણ શામેલ છે. સારા સમાચાર એ છે કે પટના એઇમ્સમાં આજથી જ ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરી દેવામાં આવ્યું છે.

Image Source

પટના એઈમ્સના અધિક્ષક સીએમ સિંહ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ક્લિનિકલ ટ્રાયલ માટે 18 લોકોની પાસકન્દગી કરવામાં આવી છે. તેમને જણાયું કે વેક્સીન ક્લિનિકલ ટેસ્ટ માટે 50થી પણ વધારે લોકોએ પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ એઇમ્સ પ્રસાશન દ્વારા તેમાંથી 18 લોકોને પસંદ કરવામાં આવ્યા છે. જેમની ઉમર 18થી 55 વર્ષ વચ્ચે છે.

Image Source

મળતી માહિતી અનુસાર જે લોકો ઉપર ક્લિનિકલ ટેસ્ટ કરવામાં આવશે તેમનો સૌથી પહેલા મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. ત્યારબાદ આઈસીએમઆરની ગાઇડલાઇન પ્રમાણે તેમનો રિપોર્ટ કરવામાં આવશે, ત્યારબાદ તેમને વેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવશે. વેક્સીન આપ્યા બાદ વિશેષજ્ઞ ડોક્ટરની ટિમ દ્વારા 4થી 5 કાલકા સુધી આ લોકોનું મોનેટરીંગ કરવામાં આવશે. પટના એઇમ્સમાં ક્લિનિકલ ટ્રાયલ માટે પાંચ વિશેષજ્ઞોની ટિમ બનાવવામાં આવી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.