મોદી સરકારે કર્યો ધડાકો: આ વેક્સીનને મળી ગઈ મંજૂરી…હવે કોરોનાનો સત્યાનાશ થશે?
કોરોના વાયરસ ફેલાયાને એક વર્ષ પૂર્ણ થઇ ગયું તે છતાં પણ હજુ સુધી તેની અસરકારક રસી સામે આવી નહોતી, પરંતુ નવા વર્ષ પહેલા જ દિવસે દેશવાસીઓ માટે ખુશીના સમાચાર આવી ગયા છે. દેશને પહેલી કોરોના વેક્સીન મળી ગઈ છે.

કોરોના વેક્સિનને લઈને આજે સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીની બેઠક થઇ રહી હતી. જેમાં ઓક્સફર્ડ એસ્ટ્રેજેનેકાની કોરોના વેક્સીન કોવીશીલ્ડના ઇમરજન્સી એપ્રુવલ ઉપર વિચાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સીરમ ઇન્સ્ટિયૂટ દ્વારા બનાવવામાં આવેલી કોવીશીલ્ડ વેક્સિનના તત્કાલીન ઉપયોગની મંજૂરી આપી દેવામાં આવી છે.

સરકારના શીર્ષ સૂત્રોના જણાવ્યા પ્રમાણે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોવીશીલ્ડને પેનલમાંથી મંજૂરી માટે સિફારિશ મળી ગઈ છે. પરંતુ હજુ તેના ઉપર અંતિમ નિર્ણય DCGIનો રહેશે. 2 જાન્યુઆરીના રોજ સમગ્ર દેશમાં વેક્સીન ડ્રાઈ રન કરવામાં આવેલ છે.