ગ્રાહકની રાહ જોઇ રહેલી સેક્સ વર્કર રૂમમાં રીપોર્ટરને જોઇ ભડકી, બિયરની બોટલ ફેંકી ધડાધડ ભાગી…5000 માં રંગરેલિયા મનાવવા દેતી હતી જુઓ

દેહ વેપાર એક એવું દલદલ છે, જેમાં ફસાનારી છોકરીઓ સરળતાથી બહાર નીકળી નથી શકતી. તમે ઘણીવાર એવી ખબરો વાંચી અને સાંભળી હશે કે કોઇ છોકરી આ ગંદા કામના દલદલમાં ફસાઇ અને પછી તેનું જીવન નરક બની ગયુ.

એવી છોકરીઓની સંખ્યા બહુ ઓછી છે જે આ દલદલમાંથી બહાર આવી શકે છે. તેમના જીવનનો મોટાભાગનો સમય આ નરકની યાતના ભોગવતા પસાર થાય છે. બાબરના ઘરની દીકરીઓ દેહવ્યાપારના દલદલમાં ફસાઈ રહી છે તે સમજવા માટે તમારે બાબર વિશે જાણવું પડશે.

તસવીર સૌજન્ય : દૈનિક ભાસ્કર

વાસ્તવમાં, મુઘલ શાસક મિર્ઝા ઝહીરુદ્દીન મુહમ્મદ બાબરનું ઘર ઉઝબેકિસ્તાનની ફરગાના ખીણમાં કારાદરિયા નદીના કિનારે પર્વતોથી ઘેરાયેલા પ્રાંત આંદીજાનમાં હતું. બાબર 1494માં ફરગાનાનો શાસક બન્યો હતો પરંતુ સમરકંદના વિજય દરમિયાન ફરગના તેના હાથમાંથી જતી રહી હતી.

જેની અસર એ થઈ કે છેલ્લા સમય સુધી તમામ યુદ્ધો તેણે જીત્યા છતાં બાબર પોતાના ઘરે (આંદીજાન) પરત ફરી શક્યો નહિ. હાલની સ્થિતિ એ છે કે ઉઝબેકિસ્તાનના આંદીજાનથી છોકરીઓને ભારતની રાજધાની દિલ્હીમાં લાવવામાં આવી રહી છે અને તેમને વેશ્યાવૃત્તિમાં ધકેલવામાં આવી રહી છે.

તસવીર સૌજન્ય : દૈનિક ભાસ્કર

વાસ્તવમાં, આ રેકેટ એવી રીતે ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં ઉઝબેકિસ્તાનના અંદીજાન સહિત વિવિધ વિસ્તારોની તે છોકરીઓને નિશાન બનાવવામાં આવી રહી છે, જેઓ આર્થિક રીતે નબળા છે. આ યુવતીઓને દુબઈમાં કામ અપાવવાના બહાને દિલ્હી લાવવામાં આવે છે અને બ્લેકમેઇલ કરવામાં આવે છે. આ છોકરીઓ સાથે ખૂબ જ ક્રૂરતા થઈ રહી છે. સાંજથી સવાર સુધી તેમને દેહવ્યાપારમાં ધકેલવામાં આવે છે, જેમાં દરરોજ 10 થી 12 ગ્રાહકો આ યુવતીઓ પાસે આવે છે. જો યુવતીઓ કામ કરવાની ના પાડે તો તેમને માર મારવામાં આવે છે

તસવીર સૌજન્ય : દૈનિક ભાસ્કર

અને વિવિધ રીતે બ્લેકમેલ કરવામાં આવે છે. જેમ કે, સિગરેટથી તેમને ડામ દેવામાં આવે અથવા તો શરીર પર કટ લગાવવામાં આવે. આ છોકરીઓને ડગની લત પણ લગાડવવામાં આવે છે, જેથી તેઓ ભાગી ન શકે. જુલાઈ 2022માં દિલ્હીના માલવિયા નગરમાં પોલીસ દ્વારા એક સેખ્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો,

જેમાં ઉઝબેકિસ્તાનની 10 છોકરીઓને બચાવી લેવામાં આવી હતી. આ પછી એવા સમાચાર પણ સામે આવ્યા હતા કે આમાંથી 5 છોકરીઓ એનજીઓના રક્ષણથી ભાગી ગઈ હતી. સ્થિતિ એવી છે કે ઉઝબેકિસ્તાનની છોકરીઓને દિલ્હીના સેખ્સ માર્કેટમાં રશિયન કહીને વેચવામાં આવે છે

પ્રતિકાત્મક તસવીર

કારણ કે આ માર્કેટમાં રશિયન છોકરીઓની વધુ માંગ છે અને ઉઝબેકિસ્તાનની છોકરીઓ તેમના જેવી જ દેખાય છે. હાલમાં જ ભાસ્કરની ટીમ દ્વારા એક સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યુ હતુ. જે દિલ્હીના મહિપાલપુર વિસ્તારનું હતુ. ભાસ્કરની ટીમને સૂત્રો તરફથી જણકારી મળ્યા બાદ તેમની રીપોર્ટ ગલી નંબર ત્રણમાં હોટલ ડાયમંડ (દીપક બ્રેડ એન્ડ બ્રેકફાસ્ટ હોમસ્ટે) પહોંચી.

પહેલા માળે રૂમ નંબર 101માં જ્યારે ડોરબેલ વગાડી તો દરવાજો ખુલ્યો. વેસ્ટર્ન શોર્ટ ડ્રેસ પહેરી ત્રણ ઉઝબેક છોકરીઓ અંદર હતી, તેમના હાથમાં બિયર હતી અને થોડો ધુમાડો પણ હતો, જે જોતા એવું લાગી રહ્યુ હતુ કે તેઓ સ્મોક કરી રહ્યા હતા.

પ્રતિકાત્મક તસવીર

તેઓ સવાલો ભરેલી નજરથી ઘૂરવા લાગ્યા. તે ત્રણ કદાચ ગ્રાહની રાહ જોઇ રહી હતી. ત્યારે ભાસ્કરની રીપોર્ટરે કહ્યુ કે, હું એક રિપોર્ટર છું, તમે વાત કરશો ? આ સાંભળીને તે ભડકી ગઇ અને બીયર ફેંકી, રૂમમાંથી તેની જરૂરી વસ્તુઓ ઉપાડી અને ધક્કો મારીને રૂમમાંથી ભાગવા લાગી. તેમને રોકવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા, તે સીડીઓથી નીચે આવી, હોટેલની બહાર જઇ દોડીને ટેક્સીમાં ભાગી ગઈ. આ પહેલા પણ 12 ડિસેમ્બરના રોજ ભાસ્કર દ્વારા પ્રકાશિત થયેલા એક અહેવાલમાં જણાવવામાં આવ્યુ હતું કે કેવી રીતે દલાલ નોકરીના બહાને ઉઝબેકિસ્તાનથી છોકરીઓને ભારત લાવે છે. આ પછી તેમને દેવાની જાળમાં ફસાવીને સેખ્સ વર્ક કરાવવામાં આવે છે.

Source: bhaskar

Shah Jina