ઉત્તરકાશીમાં ભીષણ અકસ્માતમાં 26 યાત્રીનાં મૃત્યુ, ડ્રાઇવરે કર્યો મોટો ધડાકો, કારણ જાણીને અક્કલ કામ નહિ કરે

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં રવિવારે સાંજે એક બસ ખીણમાં ખાબકી હતી. જેમાં મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના 28 શ્રદ્ધાળુઓ અને ડ્રાઈવર-ક્લીનર સહિત 30 લોકો સવાર હતા. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું – અકસ્માતમાં 26 લોકોના મોત થયા છે. તમામ મુસાફરો ચારધામ યાત્રાએ જઈ રહ્યા હતા. પુષ્કર સિંહ ધામી અને સાંસદ સીએમ શિવરાજ સિંહ ચૌહાણ સોમવારે સવારે દમતા પહોંચ્યા હતા. આ પહેલા ઘાયલ ડ્રાઈવરે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને જણાવ્યું કે અકસ્માત કેવી રીતે થયો.

ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ કહ્યું- ડ્રાઈવરે જણાવ્યું કે સ્ટિયરિંગ ફેલ થવાને કારણે અકસ્માત થયો હતો, પરંતુ તેમ છતાં અમે ઘટનાની મેજિસ્ટ્રિયલ તપાસના આદેશ આપ્યા છે. ચારધામ યાત્રામાં લોકોની અવરજવર સુરક્ષિત રહે તે માટે અમે સતત રજીસ્ટ્રેશનનું કામ કરી રહ્યા છીએ. બરકોટ એસડીએમ શાલિની નેગીએ જણાવ્યું કે 25 મૃતદેહોને દહેરાદૂન મોકલવામાં આવ્યા છે. તમામ મૃતકો મધ્યપ્રદેશના રહેવાસી છે. 1 ડેડબોડી ઉત્તરાખંડના કંડક્ટરની છે. પોસ્ટમોર્ટમ બાદ મધ્યપ્રદેશના 25 શ્રદ્ધાળુઓના મૃતદેહ ઉત્તરકાશીથી દહેરાદૂન એરપોર્ટ પર મોકલવામાં આવ્યા હતા.

સીએમ શિવરાજે દિવ્ય ભાસ્કર સાથે વાતચીતમાં કહ્યું હતુ કે- હું ચાર ઘાયલોને મળ્યો. ઉદય સિંહ, તેની પત્ની અક્કી રાજા, રાજકુમારી અને ડ્રાઈવર હીરા સિંહ. હીરા સિંહે કહ્યું- સ્ટિયરિંગ ફેલ થઈ ગયું હતું. તેણે કારને પહાડ તરફ વાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ બસ એક ઝાડ સાથે અથડાઈ અને ખીણમાં ખાબકી. ઉદય સિંહે કહ્યું- જોરથી અવાજ આવ્યો અને ઘણી પલટી ખાધા બાદ બસ ખીણમાં પડી. જ્યારે હું હોશમાં આવ્યો, ત્યારે પોલીસકર્મીઓએ મને ઉપાડ્યો.ઉલ્લેખનીય છે કે, અકસ્માતમાં ઘાયલ યાત્રાળુઓ મધ્યપ્રદેશના રહેવાસી હતા.

આ ઘટનાની જાણ થતા જ મુખ્યમંત્રી શિવરાજ સિંહ પણ ઉત્તરાખંડ પહોંચી ગયા અને ઘાયલોની મદદમાં લાગ્યા. તેમણે મૃતકોના પરિવારજનોને 5 લાખ અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારજનોને પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી બે-બે લાખ રૂપિયા અને ઘાયલોને 50-50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. તેમજ ઉત્તરાખંડ પરિવહન વિભાગના અકસ્માત રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 1 લાખનું વળતર આપવામાં આવશે.

Shah Jina