આપણા તહેવારો જ્યોતિષ શાસ્ત્ર

મકરસંક્રાંતિ બે મહાસંયોગ, 11 કોડીઓથી કરો એક મહા ઉપાય અને થશે ધનવર્ષા…

2021માં મકરસંક્રાંતિના તહેવાર 14 જાન્યુઆરીના દિવસે આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ દિવસે સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે સાથે સાથે સૂર્ય દક્ષિણાયણથી ઉત્તરાયણ તરફ જાય છે જેના કારણે મકરસંક્રાંતિ ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ધનુર્માસ પણ ખતમ થતો હોવાથી આ દિવસે સુખ-સમૃદ્ધિનો દિવસ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં એવું કહેવામાં આવે છે કે આ દિવસે સૂર્યની પૂજાની સાથે-સાથે અમુક ઉપાયો કરવામાં આવે તો વ્યક્તિના ધન સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે.

Image Source

મકરસંક્રાંતિમાં સૂર્ય 14  જાન્યુઆરી રાત્રે બે વાગ્યે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ જ મકરસંક્રાન્તિ તરીકે ઓળખવામાં આવે છે. 2021 માં મકરસંક્રાંતિ પર સૂર્ય અને બુધ એકસાથે હોવાના કારણે બુદ્ધાદિવ્ત યોગ જોવા મળશે. તેમજ ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર હોવાથી વર્ધમાન નામનો શુભ યોગ જોવા મળશે. જેના કારણે આ સંક્રાંતિને ખૂબ જ શુભ માનવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસે સવારે સ્નાન કરી દાન-પુણ્ય કરવાનો ખૂબ જ વિશેષ મહત્વ હોય છે.

મકરસંક્રાંતિનું મહત્વ:- ધાર્મિક અને સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી જોવામાં આવે તો મકરસંક્રાંતિનું ખાસ મહત્વ છે. પૌરાણિક કથા અનુસાર સૂર્યદેવના પુત્ર શનિના ઘરે જાય છે. આ દિવસે પિતા અને પુત્રનો અનોખો સંબંધ જોવા મળે છે. મકરસંક્રાંતિના દિવસે તલ અને ગોળના લાડુ બનાવવામાં આવે છે. આ દિવસે તલ અને તલની વસ્તુ ખાવાથી કષ્ટકારી ગ્રહોથી છુટકારો મળે છે. આદિવાસ ગંગાસ્નાન કરવુ પણ શુભ માનવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસે ગરીબોને દાન કરવું પણ શુભ માનવામાં આવે છે.

મકરસંક્રાંતિ મહા ઉપાય:-

Image Source

કોડીમાં લક્ષ્મીજીનું પ્રતિક છે તેમને ખૂબ જ પ્રિય વસ્તુમાંથી એક વસ્તુ છે. શાસ્ત્ર અનુસાર મકરસંક્રાંતિના દિવસે તેની પૂજા કરવામાં આવે છે. પીળા રંગના કપડામાં કોડીઓ રાખીને તિજોરીમાં રાખવામાં આવે છે આ ઉપાય કરવાથી વ્યક્તિ પર મા લક્ષ્મીજીની કૃપા હંમેશા બની રહે છે. વ્યક્તિને ધન સંબંધી પરેશાનીનો સામનો કરવો પડતો નથી.