બાળકોને લેવા જઇ રહેલી સ્કૂલ બસ જોતજોતામાં જ વરસાદી નાળામાં વહી ગઇ, વીડિયોમાં કેદ થયો ભયજનક નજારો

ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં આ દિવસોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. ઉત્તરાખંડના પહાડી વિસ્તારમાં વરસાદને કારણે નદી નાળા ઉભરાઇ રહ્યા છે. ત્યારે મંગળવારે સવારે ચંપાવતમાં બાળકોને લેવા જઇ રહેલી સ્કૂલ બસ કિરોડા નાળાના તેજ પ્રવાહમાં આવી પલટી ગઇ. જો કે, ગનીમત એ રહી કે બસમાં બાળકો ન હતા. ચાલક-પરિચાલકે કોઇ રીતે નીકળી પોતાનો જીવ બચાવ્યો. જાણકારી અનુસાર, બસ એમડીએમ સ્કૂલની હતી. સ્કૂલ બસને જેસીબીથી બહાર કાઢવામાં આવી હતી. આ અકસ્માત ટનકપુરના કિરોડા વરસાદી નાળા પર થયો હતો.

સ્થાનિક લોકોની મદદથી બસચાલક અને હેલ્પર બંને સુરક્ષિત બહાર નીકળી ગયા હતા, જેમની સારવાર ચાલી રહી છે. જો બસમાં બાળકો હોતા તો મોટી દુર્ઘટના થઇ શકતી હતી. ટનકપુર પૂર્ણાગિરી રોડ પર કિરોડા નાળુ પાર કરવા દરમિયાન આ અકસ્માત થયો હતો. બસ બાળકોને લેવા જઇ રહી હતી. આ દરમિયાન નાળુ પાર કરતા સમયે તે વહી ગઇ. બસમાં માત્ર ચાલક અને હેલ્પર જ હતા. બસને જેસીબીની મદદથી બહાર નીકાળવામાં આવી હતી. રાજય ગઠન બાદથી જ સ્થાનિક ગ્રામીણ વરસાદી નાળા પર પુલની માંગ કરી રહ્યા છે. પહેલા પર ઘણીવાર કિરોડા નાળામાં અકસ્માત થયા છે. પરંતુ હજુ સુધી અહીં પુલનું નિર્માણ થયુ નથી.

પહાડી વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી સતત વરસાદ થઇ રહ્યો છે. વરસાદને કારણે જગ્યાએ જગ્યાએ દુર્ઘટના થઇ રહી છે. સોમવારના રોજ કેદારનાથથી મહારાષ્ટ્રના શ્રદ્ધાળુઓને લઇને હરિદ્વાર જઇ રહેલી એક બસ ટિહરી જિલ્લાના દેવપ્રયાગ ક્ષેત્પમાં રસ્તા પર પલટી ગઇ, જેમાં સવાર 18 યાત્રી ઘાયલ થયા હતા. તેમાંથી બેની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. જિલ્લા આપદા પ્રબંધન કાર્યાલયથી મળેલ જાણકારી અનુસાર, આ અકસ્માત કોડિયાલાના નજીક વડાલા મોડ પર સાંજે લગભગ સાડા પાંચ વાગ્યા આસપાસ થયો હતો.

જ્યારે 33 મુસાફરોને લઈને જતી બસ પહાડ તરફ પલટી ગઈ હતી.પોલીસ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) માહિતી મળતાં જ ઘટનાસ્થળે પહોંચી હતી અને બસમાંથી 18 ઘાયલ મુસાફરોને ઋષિકેશ સિવિલ હોસ્પિટલમાં મોકલ્યા હતા. ઘાયલો પૈકી બેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. અન્ય મુસાફરોને સામાન્ય ઈજાઓ થઈ હતી, જેમને સ્થળ પર પ્રાથમિક સારવાર આપ્યા બાદ અન્ય વાહનોમાં બોલાવીને ઋષિકેશ મોકલવામાં આવ્યા હતા. બસ સવારે 9 વાગે તીર્થયાત્રીઓને લઈને ગુપ્તકાશીથી નીકળી હતી.

Shah Jina