ચકચારી અંકિતા ભંડારી હત્યાકાંડ ! હોટલમાં VIP ગેસ્ટ સાથે સેક્સ માણવાનું ના કહી તો રિસોર્ટના માલિકે રિસેપ્શનિસ્ટને મારી નાખી- મિત્રો સાથે મળી ગેંગરેપ કર્યો હોવાનો પણ થયો ખુલાસો

હોટલમાં હરણનું માંસ, શીંગડામાંથી ભસ્મ, VIP કસ્ટમર સાથે સંબંધ બાંધવાનો કર્યો ઇનકાર તો નહેરમાં મારી દીધો ધક્કો, જાણો અંદરની વિગત

Ankita Bhandari Murder Case: ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર હત્યાના મામલા સામે આવે છે, જેમાં ઘણા ચોંકાવનારા અને ખૌફનાક પણ હોય છે. ત્યારે ઉત્તરાખંડમાંથી પણ એક રિસોર્ટ રિસેપ્શનિસ્ટ અંકિતા ભંડારીની હત્યાનો મામલો સામે આવ્યો, જે બાદ ચકચારી મચી ગઇ. છેલ્લા કેટલાય સમયથી આ મામલો ઘણો ચર્ચામાં છે. એક ખાનગી રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી અંકિતા ભંડારી 19 સપ્ટેમ્બરથી ગુમ હતી. જે બાદ એસડીઆરએફ રેસ્ક્યુ ટીમ દ્વારા સર્ચ ઓપરેશન દરમિયાન તેનો મૃતદેહ મળી આવ્યો હતો. અંકિતા ભંડારીના મોતના કેસમાં પોલીસે ખુલાસો કર્યો કે અંકિતાની રિસોર્ટના માલિકના પુત્ર પુલકિત આર્ય, અંકિત ગુપ્તા અને સૌરભે કથિત રીતે હત્યા કરી છે.

હત્યા બાદ લાશને રિસોર્ટથી થોડે દૂર લઈ જઈ ચિલ્લા કેનાલમાં ફેંકી દેવામાં આવી હતી. પોલીસે હત્યાનો કેસ નોંધી રિસોર્ટ ઓપરેટર પુલકિત આર્ય, ભૂતપૂર્વ રાજ્ય મંત્રીના પુત્ર અને તેના બે મેનેજરની ધરપકડ કરી હતી. હત્યા કેસની તપાસ દરમિયાન રિસોર્ટના સ્ટાફની પૂછપરછ દરમિયાન ખુલાસો થયો હતો કે 18 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8 વાગ્યાની આસપાસ અંકિતા રિસોર્ટના માલિક પુલકિત આર્ય, મેનેજર અંકિત અને ભાસ્કર સાથે રિસોર્ટથી ગઈ હતી. આ પછી લગભગ 10.30 વાગ્યે ત્રણેય રિસોર્ટમાં પાછા ફર્યા પરંતુ અંકિતા નહોતી.

આ પછી પોલીસે ત્રણેયની અટકાયત કરીને પૂછપરછ કરી તો તેમણે બધુ ઉગલ્યુ. પોલીસને જણાવ્યું કે અંકિતાને રિસોર્ટમાં આવતા ગ્રાહકો સાથે સંબંધ બાંધવાનું કહેવામાં આવ્યું હતું. અંકિતા આ વાત બધાને કહેવાનું કહેતી હતી અને આ બાબતે બોલાચાલી થઈ હતી. બનાવના દિવસે ચારેય લોકો બે અલગ-અલગ વાહનોમાં ચિલ્લા નહેર ગયા હતા. ત્યાં તેઓએ મોમોસ સાથે દારૂ પીધો. આ પછી તેઓ આગળ વધીને કેનાલ કિનારે રોકાયા હતા. અહીં પુલકિત અને અંકિતા ફરી લડવા લાગ્યા. અંકિતાએ ગુસ્સામાં પુલકિતનો મોબાઈલ છીનવીને કેનાલમાં ફેંકી દીધો હતો. આ જોઈને પુલકિત ગુસ્સે થઈ ગયો અને અંકિતાને કેનાલમાં ધક્કો મારી દીધો.

અંકિતાની હત્યા શા માટે અને કેવી રીતે કરવામાં આવી? પોલીસે કેવી રીતે ઉકેલ્યો ગુનાનો ભેદ? ચાલો જાણીએ. આ કેસમાં પોલીસે IPCની કલમ 302/201/120B હેઠળ કેસ નોંધીને ત્રણેયની ધરપકડ કરી હતી અને આરોપીઓને 14 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા હતા. પહેલા તો આરોપીઓએ પોલીસને ખોટી વાર્તા કહી. પરંતુ સીસીટીવી ફૂટેજના પુરાવા બાદ તેઓ ભાંગી પડ્યા અને પોતાનો ગુનો કબૂલી લીધો. તેઓએ કહ્યું કે 18 સપ્ટેમ્બરની સાંજે રિસોર્ટમાં પુલકિત અને અંકિતા વચ્ચે કોઈ વાતે ઝઘડો થયો હતો.

ત્યારે પુલકિતે કહ્યું કે અંકિતા ગુસ્સામાં છે, આને લઇને ઋષિકેશ જઈએ. તે પછી તેઓ અલગ-અલગ વાહનોમાં નીકળ્યા. પરત ફરતી વખતે પુલકિત અંકિતા સાથે સ્કૂટી પર આવ્યો. પુલકિત અંકિતા સાથે આગળ વધ્યો. જ્યારે બીજા આરોપી બેરેજ પોસ્ટથી લગભગ 1.5 કિમી દૂર પહોંચ્યા ત્યારે પુલકિતને અંધારામાં રોકી દેવામાં આવ્યો તો તેઓ પણ રોકાઈ ગયા. પછી ત્યાં દારૂ પીધો અને મોમોઝ ખાધા. તે પછી ચિલ્લા રોડ પર કેનાલના કિનારે બેસીને દારૂ પી રહ્યા હતા ત્યારે અંકિતા અને પુલકિત વચ્ચે ફરી દલીલ શરૂ થઈ અને અંકિતા તેઓને બદનામ કરતી હતી. તે સાથીદારોને કહી રહી હતી કે તેને ગ્રાહકો સાથે સંબંધો બાંધવાનું કહેવામાં આવે છે.

પુલકિતે અંકિતાને કહ્યું, “તું તારા મિત્રોને અમારા વિશે કેમ કહે છે?” તે ગુસ્સે થઈ ગઈ. પછી આરોપીઓનો અંકિતા સાથે ઝઘડો થયો અને અંકિતા કહેવા લાગી કે રિસોર્ટની હકિકત જણાવી દઇશ. તે પછી અંકિતાએ પુલકિતનો મોબાઈલ પણ કેનાલમાં ફેંકી દીધો. આના પર તેઓ ગુસ્સે થઇ ગયા. દારૂના નશામાં તેઓ શું કરી રહ્યા હતા તેનો તેમને ખ્યાલ પણ નહોતો. તે બાદ તે લોકોએ અંકિતાને ગુસ્સામાં ધક્કો માર્યો અને તે કેનાલમાં પડી ગઈ. તેણે પાણીની ઉપર આવી એક-બે વખત ચીસો પાડી અને પછી કેનાલમાં ડૂબી ગઈ.

ઉલ્લેખનીય છે કે, તપાસમાં એવું સામે આવ્યુ છે કે પુલકિત આર્યના રિસોર્ટમાં હરણ અને અન્ય જંગલી પ્રાણીઓનો શિકાર કરી પાર્ટીઓમાં માંસ પીરસવામાં આવતું હતુ. આ સાથે જંગલી પશુઓના શિંગડામાંથી ભસ્મ પણ બનાવાતી હતી. ત્યારે આ પછી વન વિભાગે તેની સામે કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત આરોપી પુલકિત અને તેના મિત્રોએ મળી કોલ્ડ ડ્રિંકમાં નશીલો પદાર્થ ભેળવી અંકિતા પર ગેંગરેપ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે.

Shah Jina