ઉત્તરાખંડમાં વહેતી નદીમાં ખચોખચ ભરેલી કાર તણાઇ ગઇ, ચીસાચીસથી સર્જાયો અને આટલા મર્યા

દુઃખદ: ઉત્તરાખંડમાં અર્ટીગા ગાડી તણાઇ ગઇ… 2,5,8 નહિ પણ આટલા બધા પ્રવાસીઓના  ધ્રુજાવી દે તેવી રીતે થયું મૃત્યુ, ફરવા જતા લોકો સાવધાન થઇ જજો…

છેલ્લા ઘણા સમયથી ખૌફનાક અને ગમખ્વાર અકસ્માતના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર આવા અકસ્માતમાં આખો પરિવાર હોમાઇ જાય છે, તો ઘણીવાર પરિવારને કેટલાક લોકો અથવા તો કેટલાક મિત્રો આવા અકસ્માતને કારણે પોતાનો જીવ ગુમાવતા હોય છે. આજ રોજ સવારે ઉત્તરાખંડના રામનગરમાંથી એક દર્દનાક અકસ્માતની ખબર સામે આવી છે. અહીં પ્રવાસીઓથી ભરેલી એક કાર વહેતી નદીમાં પડી હતી. આ અકસ્માતમાં 10 લોકો વહી ગયા હતા.

માહિતી મળતાની સાથે જ SDRF સહિત પોલીસ પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રેસ્ક્યુ ઓપરેશન ચલાવીને 9ના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે એક બાળકીને બચાવી લેવાયા છે.આ અકસ્માત રામનગર કોટદ્વાર રોડની વચ્ચે સ્થિત કોર્બેટ નેશનલ પાર્કના ધેલા ઝોનમાં થયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે પંજાબના 11 લોકો અર્ટિગા કારમાં ઉત્તરાખંડના પ્રવાસન સ્થળોની મુલાકાત લેવા નીકળ્યા હતા.આ લોકો રામનગરની એક હોટલમાં રોકાયા હતા.

તેઓ સવારે 5 વાગે હોટલમાંથી ફરવા નીકળ્યા હતા. ગુરુવારે મોડી રાતથી રામનગરમાં વરસાદ પડી રહ્યો હોવાને કારણે નદીઓ ઉભરાઈ હતી. ધેલવા નદીના પુલ પર પણ પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદના કારણે નદી ઓવરફ્લો થઈ ગઈ હતી અને પુલ ઉપરથી પાણી વહી ગયા હતા. તેમ છતાં ડ્રાઈવરે સાવચેતી ન રાખી અને તેજ ગતિએ પુલ ક્રોસ કરવા લાગ્યો. જેને કારણે તેજ રફતાર કાર પ્રવાસીઓ સાથે જ નદીમાં પડી હતી.

એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે અર્ટિગા કાર કોર્બેટ તરફ જઈ રહી હતી. તેણે લાઈટ મારીને અને હાથ હલાવી કારને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ ડ્રાઈવર ન રોકાયો અને કાર પાણીના જોરદાર પ્રવાહમાં વહી ગઈ. ત્યાંથી પસાર થતા લોકોએ આ અંગે સ્થાનિક પોલીસ પ્રશાસનને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ રેસ્ક્યુ ટીમે રાહત કાર્ય શરૂ કર્યું હતું. પરંતુ કાર પુલની નીચે પડી હતી. તાત્કાલિક આજુબાજુના વિસ્તારોને માહિતી આપવામાં આવી હતી અને બચાવ કામગીરી ઝડપથી આગળ વધારમાં આવી હતી.

નદીના પટમાંથી વાહનને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ, પથ્થર વચ્ચે ફસાયેલા વાહનને કાઢવામાં સફળતા મળી ન હતી. ત્યારબાદ વાહનના દરવાજા કાપીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટના બાદ ત્રણ કલાક સુધી બચાવ કામગીરી ચાલુ રહી હતી. વહીવટીતંત્ર દ્વારા મૃતદેહોને બહાર કાઢીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી 9 લોકોના મૃતદેહ મળ્યા છે.

Shah Jina