ઉત્તરાખંડમાં ફરી એક ભયંકર અકસ્માત! ભીમતાલમાં બસ 1500 ફૂટ ઊંડી ખીણમાં પડી, 4ના મોત, અનેક ઘાયલ

ઉત્તરાખંડમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. મુસાફરોથી ભરેલી બસ અલ્મોડાથી નૈનીતાલ જઈ રહી હતી. બસમાં લગભગ 35 લોકો સવાર હતા. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. અન્ય મુસાફરો ગંભીર રીતે ઘાયલ થતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.

ઉત્તરાખંડમાં ફરી એકવાર મોટી બસ દુર્ઘટના સર્જાઈ છે. ભીમતાલ પાસે બસ 1500 ફૂટ ઊંડી ખીણમાં પડી છે. આ દુર્ઘટનામાં 4 લોકોએ જીવ ગુમાવ્યા જ્યારે ઘણા લોકો ઘાયલ થયાના અહેવાલ છે. જીવ ગુમાવનારાઓમાં બે પુરુષ, એક મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે 2 ડઝનથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. પોલીસ, SDRF, ફાયર બ્રિગેડ અને સ્થાનિક લોકો બચાવ કાર્ય કરી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, રોડવેઝની બસ અલ્મોડાથી નૈનીતાલ જઈ રહી હતી ત્યારે 300 મીટર ઉંડી ખાઈમાં પડી હતી. અત્યાર સુધીમાં 24 ઘાયલ મુસાફરોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. 21 ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે. બસમાં લગભગ 35 લોકો સવાર હતા. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ અને સ્થાનિક લોકો બચાવ કામગીરીમાં લાગી ગયા હતા. નૈનીતાલથી ફાયર વિભાગ અને SDRFની ટીમ પણ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે.

CM ધામીએ દુઃખ વ્યક્ત કર્યું

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દુર્ઘટનાની જાણકારી મળ્યા બાદ શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પર પોતાનું દુઃખ વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે તેમણે વહીવટીતંત્રને તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય માટે નિર્દેશ આપ્યો છે. તેણે લખ્યું છે કે તે તમામ મુસાફરોની સુરક્ષા માટે બાબા કેદારને પ્રાર્થના કરશે.

Twinkle