રાત્રે 12 વાગે રસ્તા ઉપર દોડી રહ્યો હતો યુવક, લિફ્ટ લેવાની પણ પાડી ના, જે કારણ જણાવ્યું તે દિલ જીતી લેશે, જુઓ વાયરલ થઇ રહેલો વીડિયો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે. ઘણા વીડિયોની અંદર એવી એવી ઘટનાઓ જોવા મળતી હોય છે જે જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. હાલ એવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જે સૌના દિલ પણ જીતી રહ્યો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક યુવક સેનામાં જોડાવા માટે રાત્રે નોઈડાની સડકો પર દોડવાની પ્રેક્ટિસ કરી રહ્યો છે. ઉત્તરાખંડના ફિલ્મ નિર્માતા વિનોદ કાપરીએ તેના ટ્વિટર એકાઉન્ટ પર તેનો વીડિયો શેર કર્યો છે. તેમણે આ 19 વર્ષીય યુવકને કારમાં ઘર છોડવાની ઓફર પણ કરી હતી. પરંતુ યુવકે તેની પાસેથી લિફ્ટ લેવાની ના પાડી દીધી હતી.

સોશિયલ મીડિયા પર આ વીડિયો જેણે પણ જોયો તેણે યુવકની હિંમતની પ્રશંસા કરી. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે છોકરો પોતાના ખભા પર બેગ લટકાવીને રસ્તા પર ઝડપથી દોડી રહ્યો છે. રાત્રે 12 વાગે યુવકને આ રીતે દોડતો જોઈ વિનોદ કાપરીએ તેને લિફ્ટ આપવાની ઓફર કરી હતી. પરંતુ યુવકે હસીને ના પાડી. અને કહ્યું કે તે દોડતા દોડતા જ તેના ઘરે જશે.

પછી જ્યારે કપરીએ પૂછ્યું કે તમે શું કામ કરો છો? તો યુવકે જણાવ્યું કે તે નોઈડા સેક્ટર-16ના મેકડોનાલ્ડ્સમાં કામ કરે છે. જ્યારે તેણે રાત્રે આ રીતે દોડવાનું કારણ પૂછ્યું તો યુવકે કહ્યું કે તે આર્મીમાં જોડાવા માંગે છે અને કામના કારણે તેને પ્રેક્ટિસ માટે સમય નથી મળી શકતો. જેના કારણે તે પોતાની ડ્યુટી પૂરી કરીને આ રીતે ઘરે જાય છે. તેનાથી તેને દોડવાની પ્રેક્ટિસ મળે છે.

વીડિયોમાં દેખાતા આ યુવકનું નામ પ્રદીપ મહેરા છે, જે ઉત્તરાખંડના અલ્મોડાનો રહેવાસી છે. આ દરમિયાન વિનોદ કાપરીએ તે યુવકને ઘણા પ્રશ્નો પૂછ્યા. જેના જવાબ સાંભળીને કપરી પણ ભાવુક થઈ ગયા હતા. યુવકે જણાવ્યું કે તેની માતાની સારવાર ચાલી રહી છે અને તે હોસ્પિટલમાં દાખલ છે. અહીં તે તેના ભાઈ સાથે રહે છે. અને દરરોજ આ રીતે 10 કિલોમીટર દોડે છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

યુવકની વાત સાંભળીને કપરી તેની હિંમતને બિરદાવે છે. અંતે, તે ‘ઓલ ધ બેસ્ટ’ કહીને આગળ નીકળી જાય છે. પરંતુ આ વીડિયો જેવો જ  સોશિયલ મીડિયામાં પોસ્ટ થયો કે તરત જ વાયરલ થઇ ગયો. સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ ઉપર આ વીડિયોને લોકો શેર કરી રહ્યા છે અને આ યુવાનના સાહસની પણ પ્રસંશા કરી રહ્યા છે.

Niraj Patel