ઉત્તરાખંડના અલ્મોડામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. અલ્મોડાના માર્ચુલામાં યાત્રિકો ભરેલી બસ ખીણમાં ખાબકી છે. આ દુર્ઘટનામાં 5 લોકોના મોતના અહેવાલ છે. જ્યારે 35થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. તો હજુ પણ મૃત્યુઆંક વધવાની શક્યતા છે. SDRFની ટીમ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. આ બસ નૈની ડાંડાથી રામનગર જઈ રહી હતી અને વહેલી સવારે કુપી પાસે ખીણમાં પડતાં અકસ્માત સર્જાયો હતો.
બસમાં 40 જેટલા મુસાફરો સવાર હતા
અકસ્માત બાદ કેટલાક મુસાફરો જાતે જ બસમાંથી બહાર આવી ગયા હતા. તો કેટલાક લોકો ફંગોળાઈ ગયા હતા. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. જે જગ્યાએ અકસ્માત થયો તે પહાડી વિસ્તાર છે. આનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બસ ખીણમાં પડી છે. નજીકમાં એક નાની નદી પસાર થઈ રહી છે. એક અધિકારીએ જણાવ્યું કે, ‘અકસ્માતની માહિતી મળતા જ SDRF અને NDRFની ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. ઈજાગ્રસ્તોને બસમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે.’ બસ યુઝર્સ કંપનીની છે. બસ સારદ બંધ પાસે નદીમાં પડી છે.
બસ ડ્રાઇવર નશામાં હતો
અકસ્માતની પ્રાથમિક તપાસમાં અધિકારીએ જણાવ્યું કે, બસ ડ્રાઇવર નશામાં ડ્રાઇવ કરી રહ્યો હતો કે વાહનમાં કોઇ ટેકનિકલ સમસ્યા હતી તેની તપાસ કરવામાં આવી રહી છે. બસ કઈ સ્પીડથી મુસાફરી કરી રહી હતી તેની પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. અકસ્માતમાં ઈજાગ્રસ્તોની સંખ્યાને ધ્યાનમાં રાખીને અલ્મોડા જિલ્લા હોસ્પિટલ અને સ્થાનિક સામુદાયિક આરોગ્ય કેન્દ્રને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે.’
#WATCH | Uttarakhand: A Garwal Motors Users’ bus fell into a gorge near Kupi in Ramnagar at Pauri-Almora border. Deaths and injuries feared. Search and rescue operation underway. Details awaited.
(Video: SDRF) pic.twitter.com/dzSgKw6tkF
— ANI (@ANI) November 4, 2024