સૌથી મોટું બસ એક્સીડન્ટ: 36નાં મોત, 6 ઘાયલ, 100 ફૂટ ઊંડી ખાઈમાં પડેલા યુવકે જણાવી લોકોનાં મોતની દર્દનાક કહાની

ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં બસ 200 મીટર ઊંડી ખીણમાં પડતાં 36 લોકોનાં મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. ઇમરજન્સી રિસ્પોન્સર્સે શોધ અને બચાવ કામગીરી શરૂ કરી છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ શોક વ્યક્ત કર્યો છે અને પીડિતો માટે ઝડપી રાહત પ્રયાસોના નિર્દેશ આપ્યા છે.

 

સોમવારે સવારે દહેરાદૂનના અલ્મોડા જિલ્લાના મર્ચુલા નજીક ઊંડી ખીણમાં 60 મુસાફરોને લઈ જતી 43 સીટવાળી બસ ઊંડી ખાડીમાં પડી જતાં 36 લોકોનાં મોત નિપજ્યા છે, અન્ય 5 હજુ પણ લાપતા છે અને 10 ઘાયલ થયા છે. અલ્મોડાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર વિનીત પાલે જણાવ્યું કે, “ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. સ્થાનિક ગ્રામજનો મુસાફરોને શોધવામાં બચાવ કાર્યકરોની મદદ કરી રહ્યા છે”.

નૈની ડાંડાથી રામનગર તરફ જતી બસે સવારે 7 વાગ્યાની આસપાસ સારદ પાસે નિયંત્રણ ગુમાવ્યું હતું અને ગીત જાગીર નદી કિનારે ખાડીમાં ખાબકી હતી. CMOએ પુષ્ટિ કરી કે NDRFની એક ટીમ પણ બચાવ કામગીરીમાં જોડાઈ છે. બચી ગયેલા લોકોના જણાવ્યા અનુસાર, જ્યારે 42-સીટર બસ ખાબકી, ત્યારે ઈજાગ્રસ્ત મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે અન્ય લોકોએ પોતાની રીતે જીવ બચવામાં સફળ થયા હતા. અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે અકસ્માત યાંત્રિક ખામીના કારણે સર્જાયો હતો કે પછી અન્ય કોઈ કારણે થયો હતો. આ બસ ગઢવાલ મોટર ઓનર્સ યુનિયન લિમિટેડની (GMOU) માલિકીની છે.

સમગ્ર ઘટનાને લઈ, CM પુષ્કર સિંહ ધામીએ આપત્તિ વ્યવસ્થાપન વિભાગના સચિવ, કુમાઉ વિભાગના કમિશનર અને જિલ્લા મેજિસ્ટ્રેટ, અલ્મોડા સાથે બસ અકસ્માતની માહિતી એકત્ર કરવા માટે ટેલિફોનીક વાત કરી હતી અને તેમને બચાવ અને રાહત કામગીરી માટે નિર્દેશ આપ્યો હતો.

CM પુષ્કર સિંહ ધામીએ અકસ્માતમાં માર્યા ગયેલા લોકો માટે 4 લાખ રૂપિયાનું વળતર અને ઘાયલોને 1 લાખ રૂપિયાની આર્થિક સહાયની પણ જાહેરાત કરી હતી. વડાપ્રધાન કાર્યાલયે પણ દરેક મૃતકના નજીકના સંબંધીઓ માટે PMNRF તરફથી 2 લાખ રૂપિયા અને દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકો માટે 50,000 રૂપિયાની જાહેરાત કરી છે.

Twinkle