જો તમે આજુ સુધી નથી ગયા ઉત્તરાખંડ, તો આ 15 તસ્વીરોને જોઇને તરત જ ટ્રીપ પ્લાન કરી દેશો…વાંચો આર્ટિકલ

0

દેવભૂમિ ઉત્તરાખંડ જે પહેલા ઉત્તરાંચલનાં નામથી જાણીતું હતું, હિમાલય પર્વતોથી ઘેરાયેલું એક સુંદર રાજ્ય. અહી પ્રકૃતિનાં ખજાનાની ભરમાર છે. આસ્થાના ઘણા પ્રતિક છે. ઊંચા-ઊંચા પહાડો, ઘેરા જંગલો અને વાદળોની ચાદર ઓઢેલા ઘણા શહેરો વાળા આ રાજ્યમાં તમે ગેમ તેટલું ફરી લો, દરેક વખતે તમને અહી કઈક નવું જરૂર જોવા મળશે.

ભારતના ચારધામ છે-બદ્રીનાથ, દ્વારકા, જગન્નાથ પૂરી અને રામેશ્વરમ અને ભારતનાં નાના ચાર ધામ છે ઉત્તરાખંડમાં-બદ્રીનાથ,કેદારનાથ,ગંગોત્રી,યમુનોત્રી. તમે આસ્તિક હોવ કે પછી નાસ્તિક, પણ તમે આ રાજ્યના વીભિન્ન શહેરોમાં જઈને એક સકારાત્મક ઉર્જા મહેસુસ કરી શકશો.

જો હજી સુધી તમારા પગલાં આ દેવભૂમિ પર નથી પડ્યા, તો આ 25 તસ્વીરો જોઇને તમે ખુદને ત્યાં જતા રોકી નહિ શકો, અને જલ્દી જ ત્યાં જવા માટેનો પ્લાન બનાવી લેશો.

1. કેદારનાથ:

Image Source

કેદારનાથ ઉત્તરાખંડ રાજ્યના રુદ્રપ્રયાગ જિલ્લમાં મંદાકિની નદીના કિનારે આવેલું છે. કેદારનાથમાં બાર જ્યોતિલીંગ માનું એક જ્યોતિલીંગ આવેલું છે. આ જ્યોતિલીંગ દરિયા કિનારાથી ખુબ જ ઇંચાઈએ આવેલું છે તેથી અહીં 6 મહિનાની આસપાસ બરફ છવાયેલો રહે છે. આ જ્યોતિલીંગ પહાડી વિસ્તારમાં આવેલું હોય છે તેથી અહીં કોઈ વાહન થી નથી જઈ શકાતું. અહીં જવા માટે તમારે પાલકી અથવા ઘોડા પર જવું પડે છે. અહીં રજાના દિવસના લોકોની ભીડ ઉભરાય છે. ફરવા અને દર્શન કરવા માટે આ સ્થળ ખુબ જ સારું છે.

2. અલ્મોડા:
કુમાઉમાં આવેલું અલ્મોડા એક સુંદર શહેર છે. તે ચીડ અને દેવદારના ગાઢ જંગલોથી ઘરાયેલઉં છે. અહીં કુદરતી સૌંદર્ય ખુબ જ પ્રભાવશાળી છે. બરફથી છવાયેલું હિમાલયનું દ્રશ્ય જોઈ તમે બધુ જ ભૂલી દે એવું મનોહર દ્રશ્ય છે. ઉનાળામાં અહીં લોકો પોતાની ભાગદોડ ભરી જિંદગીથી રજા લઇ પોતાના પરિવાર સાથે અહીં કુરદાતની ગોદમાં ફરવા આવે છે.

Image Source

3. ઋષિકેશ:
ઋષિકેશ ઉત્તરાખંડ રાજ્યના દહેરાદુન જિલ્લામાં આવેલું છે. ઋષિકેશ હિમાલયની તળેટી પર આવેલું છે એક પવિત્ર યાત્રા ધામ છે. અહીં લોકો દેશ વિદેશથી ફરવા માટે આવે છે. આ સ્થળ યોગા અને ધ્યાન કરવા માટે ખુબ જ પ્રખ્યાત છે. આ સ્થળને હિમાલયનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે.

Image Source

4. મુક્તેશ્વર:
મુક્તેશ્વર પ્રવાસમાં જવાની પ્રખ્યાત જગ્યા છે. તે કુમાઉ મંડળમાં આવેલું છે. મુક્તેશ્વર તેની સુંદરતા અને પહાડો માટે ઓળખવામાં આવે છે. જો તમે અહીં જવનું વિચરતા હોવ તો ત્યાં રોક ક્લાઇંબીંગ કરવાનું ભૂલતા નહીં.

Image Source

5. ગંગોત્રી:
ભારતનું એક પ્રખ્યાત યાત્રા ધામ છે. ગંગોત્રી ચારધામ માંથી એક પવિત્ર ધામ છે. અહીં ગંગા નદીનું ઉદ્દગમસ્થાન આવેલું છે. તે હિમાલયમાં આવેલું એકે ખૂબસૂરત સ્થળ છે.

Image Source

6. હરિદ્વાર:
હરિદ્વાર ઉત્તરાખંડના હરદ્વાર જિલ્લામાં આવેલું છે. હરિદ્વાર હિન્દૂ ધર્મનું પવિત્ર નગર છે. હરિદ્વાર એ હિન્દુઓના સાત પવિત્ર સ્થાન માંથી એક છે. આ પાર્વતી વિસ્તારમાં આવેલું છે. પ્રકૃતિ પ્રેમી લોકો માટે હરિદ્વાર સ્વર્ગ સમાન છે.

Image Source

7. હેમકુંડ સાહેબ:
હેમકુંડ સાહેબ ઉત્તરાખંડના ચમોલી જિલ્લમાં આવેલું છે. આ શીખ ધર્મનું એક પ્રખ્યાત યાત્રાધામ છે. આ ધામ બર્ફીલા તળાવના કિનારે આવેલું છે. આ સ્થળ સાત પર્વતો વચ્ચે આવેલું છે. આ મંદિરની આસપાસના બરફનાં ઊંચા શિખરોનું પ્રતિબિંબ તળાવમાં ખૂબ જ વિશાળ અને સુંદર લાગે છે.

Image Source

8. તુંગનાથ:
તુંગનાથ હિમાલયની પર્વતમાલમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું છે. તુંગનાથહિન્દૂ ધર્મના લોકોનું મહત્વનું તીર્થસ્થળ છે. અહીં ભગવાન શિવની પંચ કેદારમાંથી એક સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ મંદિર 1000 વર્ષ જેટલું જૂનું માનવામાં આવે છે. તુંગનાથનું પર્વત શિખરમાં ત્રણ ધારાઓનો સ્રોત છે, જેમાંથી અક્ષકામિની નદી નીકળે છે. દુનિયામાં સૌથી વધુ ઊંચાઈ પર આવેલું છે આ મંદિર.

Image Source

9. ચોપતા:
ચોપટામાં હિમાલય પર્વતોથી વિશાળકાય શૃંખલાઓની ખૂબસૂરત જોવા મળે છે. આ જગ્યા બહેદ શાંતિ પુર્ણ અને ખૂબસૂરત  છે. તેથી લોકો અહીં પોતાના કામ કાઝની થકાન ભુલાવવા અને પરિવાર સાથે સમય પસાર કરવા આવે છે.

Image Source

10. કૌસાની:
કૌસાનીને ભારતનું સ્વિત્ઝરલેન્ડ કહેવામાં આવે છે. કૌસાની પિંગનાથ શિખર પર વસેલું છે. અહી પ્રાકૃતિક નઝારા, ખેલ અને ઘાર્મિક પર્યટક સ્થળ  લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. કૌસાની માંથી તમે ઊંચા ઊંચા બરફથી ઢંકાયેલ નંદા દેવી પર્વતની શ્રુંખલા, ત્રિશુલ અને નંદાકોટ ને જોઈ શકો છે. પહાડો પરથી નીચે જોશો તો કટૌરી ઘાટી અને ગોમતી નદી તમારું મન મોહી લેશે.

Image Source

11. ઔલી:
અહીં ઊંચા ઊંચા પહાડો અને દૂર દૂર સુધી છવાયેલી બરફની ચાદર જોઈને કોઈનું પણ મન લલચાઈ જાય. અહીં લોકો મોટી માત્રામાં ફરવા માટે આવે છે. અહીં બફરથી છવાયેલા પર્વતો, હરિયાળી ખીણો, અને મસ્ત છવાયેલા વાદળોનો નજારો જોઈએ વિદેશ પણ ભૂલી જશો. આ સ્થળ ભારતનું સાથી મોટું સ્કીઈંગ સ્થળ તરીકે પણ ઓળખવામાં આવે છે.

Image Source

12. નાગ ટીબ્બા:
નાગ ટીબ્બાનો અર્થ સાપની ટોચ થાય છે. આ ત્રણ પર્વતની શ્રેણીનો ભાગ છે. ધવલધાર રેન્જ, પીર પંજલ રેન્જ, અને નાગ તિબા રેન્જ. નગ તિબબા ગઢવાલ પ્રદેશના નીચલા હિમાલયમાં સૌથી ઊંચું શિખર છે. બંદરપંચ ચક્ર, કેદારનાથ શિખર અને ચાનબાંગ શિખરોના સ્પષ્ટ દૃશ્યોનો આનંદ માણવા માટે લોકો અહીં દૂર દૂરથી આવે છે.

Image Source

13. Valley of Flowers:
આ એક રાષ્ટ્રીય પાર્ક છે. તે પશ્ચિમ ઉચ્ચ હિમાલયમાં આવેલું છે. આ ઉદ્યમમાં અલ્પાઈનના ફૂલ અને ઘાસના મેદાનો માટે ખુબ જ પ્રખ્યાત છે. અહીં તમને એશિયાઈ કાલા રીંછ, હિમ ચિત્તા, ભૂરું ઘેટું જેવા પ્રાણીઓ અહીં રહે છે. અહીં રાગબે રંગી ફૂલોથી છવાયેલા મેદાનો મન મોહી લે છે.

Image Source

14. Jim Corbett National Park:
ભારતનું સાથી જૂનું રાષ્ટ્રી ઉદ્યાન છે. આ ઉદ્યાન ભારત આઝાદ થયું તે પહેલાનું છે. વિશ્વ-વિખ્યાત શીકારી, ટ્રેકર અને પર્યાવરણ-સંરક્ષણવિદ્ જીમ કોર્બેટની યાદમાં આ રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન રાખવામાં આવ્યુ છે.

Image Source

15. કેદારતાલ:
કેદારતાલ એ એક હિમ તળાવ છે. આ કેદાર ગંગાનો સ્ત્રોત પણ છે. પૌરાણિક કથા પ્રમાણે ભાગીરથી નદીમાં શિવ  ભગવાનનું ખુબ જ યોગદાન આપ્યું હતું. તેની આજુબાજુ શિખરો આવેલા છે.

Image Source

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here