બે સગી સગીરા બહેનોના હત્યાકાંડમાં થયો મોટો ખુલાસો, આરોપીઓએ બંને બહેનોના બળાત્કાર કર્યા બાદ સગીરાઓએ લગ્ન માટે કહ્યું તો હત્યા કરીને લાશ….

દેશભરમાં મહિલાઓ, યુવતીઓ અને સગીરાઓ સાથે દુષ્કર્મ કરીને તેમને તરછોડી દેવાની ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે. ઘણીવાર આવા મામલાઓમાં કોઈની હત્યા પણ કરી દેવામાં આવતી હોય છે, ત્યારે હાલ યુપીના લખમીપુરમાં બે સગી દલિત બહેનોની હત્યાના મામલાએ પણ સૌને ચોંકાવી દીધા છે. ત્યારે આ મામલામાં એક પછી એક નવા નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે.

લખીમપુર ખેરી પોલીસે માત્ર 24 કલાકમાં બે દલિત બહેનોની હત્યાનો ભેદ ઉકેલવાનો દાવો કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, બે દલિત બહેનોને ફસાવી, પછી વાસનાનો શિકાર બનાવી અને ગુનો છુપાવવાના હેતુથી ઝાડ પર લટકાવી દીધી. આ દરમિયાન બળાત્કારના આરોપી જુનૈદની પોલીસ સાથે પણ અથડામણ થઇ હતી, જેના કારણે તેના પગમાં ગોળી વાગી છે.

પોલીસના જણાવ્યા અનુસાર તમામ આરોપીઓ છોકરીઓને લલચાવીને ખેતરમાં લઈ ગયા હતા. જ્યાં તેમની સંમતિ વિના સંબંધ બાંધવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. જે બાદ બંનેના મૃતદેહ ઝાડ પર લટકાવીને આપઘાત બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસ અધિક્ષક સંજીવ સુમને ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે ધરપકડ કરાયેલા તમામ 6 આરોપીઓ એકબીજાના મિત્રો છે.

તેમને જણાવ્યું કે મૃતક બહેનોની પડોશમાં રહેતા આરોપી છોટુ દ્વારા બંને યુવતીઓને આરોપી સાથે પરિચય થયો હતો. બુધવારે બપોરે ત્રણ આરોપીઓ બંને બહેનોને લલચાવીને ખેતરમાં લઈ ગયા હતા. જ્યાં જુનેદ અને સોહેલે તેની સાથે બળજબરીથી  સંબંધ બાંધ્યા હતા. બળાત્કાર બાદ બંને બહેનોએ લગ્ન માટે દબાણ કર્યું ત્યારે આરોપીઓએ તેમના દુપટ્ટા વડે ગળું દબાવીને હત્યા કરી નાખી. ત્યારબાદ લાશને ઝાડ પર લટકાવી આત્મહત્યા તરીકે બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હફીઝુલ, આરીફ અને કરીમુદ્દીને જુનેદ અને સોહેલને ઝાડ પર લટકાવવામાં મદદ કરી હતી.

Niraj Patel